
ગુજરાતમાં હાલ એક બાજૂ પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યુ છે, જ્યારે બીજી બાજૂ રાજ્ય સરકારે ૩૩ જિલ્લામાં ૨૦૨૧ની મતદાર યાદીનું સ્પેશિયલ સમરી રિવીઝન કરવા માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે ૧૩ આઈએએસ અધિકારીઓની નિમણૂંક કરી છે. જેટલા પણ અધિકારીઓની નિમણૂંક કરાઈ છે, તેમાં ૨૦૦૧થી ૨૦૦૭ની બેંચના અધિકારીઓ છે.અમદાવાદ/ગાંધીનગર-મેરિટાઈમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સીઈઓ અવંતિકા સિંઘ અલખને જવાબદારી સોંપાઈ છે.રાજકોટ/મોરબી- મહિલા બાળ વિકાસ સેક્રેટરી કમિશ્નર મનીષા ચંદ્રાને જવાબદારી સોંપવામાં આવી છેસુરત/તાપી- રાહત કમિશ્નર હર્ષદ કુમાર પટેલને જવાબદારી સંભાળશે.
વડોદરા, નર્મદા અને ભરૂચ- સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પી, ભારતીને જવાબદારી અપાઈ છે. આણંદ, ખેડા અને છોટાઉદેપુર-કોટેજ તથા ગ્રામોદ્યોગ સચિવ-કમિશ્નર સંદીપકુમારને જવાબદારી અપાઈ છે.
મહિસાગર, પંચમહાલ, દાહોદ-ટ્રાંસપોર્ટ કમિશ્નર રાજેશ માન્જૂને જવાબદારી અપાઈ છે.કચ્છ-મહેસાણા- નગરપાલિકાઓના તંત્રના કમિશ્નર તથા અર્બન ડેનલપમેન્ટ મિશનના અધિક સીઈઓ રાજકુમાર બેનીવાલને અપાઈ છે.સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ- આયોજન સચિવ રાજેશ શંકરને જવાબદારી મળી છે.
વલસાડ, નવસારી અને ડાંગ- સેટલમેન્ટ કમિશ્નર કે. એમ. ભીમજીયાણીને જવાબદારી અપાઈ છે. પોરબંદર, ગીરસોમનાથ અને જૂનાગઢ-સુપ્રિટેન્ડેંટ ઓફ સ્ટેમ્પ્સ ડીજી પટેલને જવાબદારી અપાઈ છે. જામનગર, દ્વારકા, અમરેલી- સહકાર અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાયને જવાબદારી સોંપાઈ છે. અરવલ્લી-સાબરકાંઠા- ટીસીજીએલના એમડી જેનૂ દેવનને જવાબદારી સોંપાઈ છે. બનાસકાંઠા અને પાટણ- ડી-સેગના સીઈઓ આર.એસ. નિનામાને જવાબદારી અપાઈ છે.