રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ ૧૧૩.૪૯ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે

નવીદિલ્હી,

દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિનાની પહેલી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ લોકોને ઉંચા ભાવથી કોઈ રાહત દેખાતી નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે. દેશમાં ૨૨ મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમયગાળામાં ન તેલ મોંઘુ થયું છે કે સસ્તા ઇંધણનો લાભ મળ્યો છે. ૧ માર્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ સહિત વિવિધ મોટા શહેરો અને ગુજરાતમાં તેલની કિંમતમાં બદલાવ થયો નથી.

જો વૈશ્ર્વિક બજારમાં જોવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં કાચા તેલની કિંમતોમાં લગભગ ૨ ડોલરનો ઉછાળો આવ્યો છે. આમ છતાં આજે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કાચા તેલની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં તેની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ દોઢ ડોલર વધીને ૮૩.૮૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ડબ્લ્યુટીઆઇનો દર પણ વધીને ઇં૭૬.૫૯ પ્રતિ બેરલ થઈ ગયો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૬.૭૨ અને ડીઝલ રૂ. ૮૯.૬૨ પ્રતિ લીટર

મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૦૬.૩૫ અને ડીઝલ રૂ. ૯૪.૨૮ પ્રતિ લીટર

ચેન્નાઈ પેટ્રોલ રૂ. ૧૦૨.૬૩ અને ડીઝલ રૂ. ૯૪.૨૪ પ્રતિ લીટર

કોલકાતા પેટ્રોલ રૂ. ૧૦૬.૦૩ અને ડીઝલ રૂ. ૯૨.૭૬ પ્રતિ લીટર

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ૯૬.૬૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત ૯૨.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ ૧૧૩.૪૯ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત ૯૮.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે.