રાજસ્થાન રાજ્યના કોટા ગ્રામીણના કૈથુન પોલીસ સ્ટેશન વિસ્તારના ખુનના ગુન્હામાં 44 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડ,દાહોદે દાહોદના ગુંદીખેડાથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો

દાહોદ, દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને રોકવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારની પ્રવૃતિઓને રોકવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા તેમજ વિવિધ ગુન્હાઓમાં સંડાવેયલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે પેરોલ ફ્લો સ્કોર્ડ, દાહોદને મળેલ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના કૈથુન પોલીસ સ્ટેશન વિસ્તારનો ખુનના ગુન્હાનો આરોપી બદીયા વસના માવી ઉર્ફે મામા ભીલ (રહે.ગુંદીખેડા, તા. જી. દાહોદ) નો છેલ્લા 10 દિવસથી આ નાસતા ફરતા આરોપીની વોચમાં પોલીસ હતી ત્યારે ગઈકાલે સવારે તેના ઘરે આવેલ હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસની ટીમ તેના ઘરે જઈ ઉપરોક્ત આરોપીને પકડી પાડ્યો હતો. પ્રથમ આરોપીનું નામ પુછતાં પોતાનું નામ કલસીંગ હોવાનું જણાવતો હતો ત્યારબાદ પોલીસે વધુ પુછપરછ માટે દાહોદ પેરોલ ફ્લો સ્કોર્ડ ઓફિસે લાવતાં ત્યાં પણ કલસીંગ જ જણાવતો હતો ત્યાર બાદ પોલીસે તેના ગામના આગેવાનો તેમજ તેના પુત્ર હેમરાજ પાસે ઓળખ કરાવતાં તેઓએ જણાવેલ અમારા પિતા બદીયાભાઈ વસનાભાઈ માવી છે અને તેના ગામ આગેવાન વિનુભાઈ નાનસીંગભાઈ માવી દ્વારા ઓળખવામાં આવેલ આ કલસીંગ નથી પરંતુ આ અમારા ગામનો બદીયાભાઈ વસનાભાઈ માવી તેમ જણાવતાં ત્યારબાદ પોલીસે તેના આધાર પુરાવા માટે આધારકાર્ડ મંગાવતાં તેમાં બદીયાભાઈ વસનાભાઈ માવી ઓળખ છતી થઈ હતી.

જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત ઝડપાયેલ આરોપીએ 24.06.1980ની સાલ દરમ્યાન મધ્યપ્રદેશમાં રહેતાં ટેટીયા ભીમજી મામા ભીલ દ્વારા રાજસ્થાન રાજ્યના કૈથુન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, પોતાનો ભાઈ દીત્યાભાઈએ જે પાંગળા જમાદારને પાસે ઉછીના પૈસા આપેલ હોય જે લેવા માટે ડાઢદેવી રેલ્વે સ્ટેશન પાસે પાંગળા જમાદારના તંબુએ ગયાં હતા. ત્યારબાદ તે સાંજ સુધી આવેલ નહી જેથી ટેટીયા ભીમજી મામા ભીલ તથા તેમના પરિવારજનો સાથે પાંગળા જમાદાર પાસે ગયા હતા. ત્યારે પાંગળા જમાદાર સિવાય બીજુ કોઈ હાજર ન હતું અને પાંગળા જમાદારે કહેલ કે, તારો ભાઈ ટકનીયા ગામ બાજુ ગયો છે. જેથી ગામમાં શોધખોળ કરતાં દીત્યાભાઈ મળી આવ્યાં ન હતાં. ત્યારબાદ બીજા દિવસે દિત્યાભાઈની લાશ ડાઢદેવી રેલ્વે સ્ટેશનની નજીક જંગલમાંથી મળેલ અને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી અને તેમની મોટરસાઈકલ ત્યાં પડી હતી. ત્યારે જેતે સમયે આ મામલે કૈથુન પોલીસે ગુનો નોંધી પાંગળાભાઈ જમાદાર (રહે. ગુંદીખેડા, તા. જી. દાહોદ) નાની અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં અન્ય ઈસમોના નામો પણ ખુલવા પામ્યા હતાં. જેમાંથી મગનભાઈ વસનાભાઈ મામા ભીલ (રહે. ગુંદીખેડા, તા. જી. દાહોદ) ના મૃત્યુ પામેલ હોય જેના મરણ દાખલ મેળવી કૈથુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મેળવી કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બાકી ચાર આરોપીઓ નાસતા ફરતા હોઈ જેમાંથી 1980થી ખુનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બદીયા વસના માવી ઉર્ફે મામા ભીલ (રહે. ગુંદીખેડા, તા. જી. દાહોદ)નાને 44 વર્ષ બાદ દાહોદ જીલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.