અલવર, રાજસ્થાનના અલવરમાંથી માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર પરિણીત મહિલા લગ્ન બાદ અનેક સપનાઓ સાથે તેના સાસરે પહોંચી હતી. પરંતુ તેના સાસરે પહોંચ્યા બાદ તેના તમામ સપના જીવનના દુ:સ્વપ્નોમાં ફેરવાઈ ગયા. સગીરા સાસરે પહોંચતા જ પહેલી જ રાત્રે તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેના જેઠ, નણંદોઈએ તેના પતિની મદદથી તેના સાસરિયાના ઘરે પહેલી જ રાત્રે તેના પર ગેંગરેપ કર્યો હતો.આ ચોંકાવનારો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સગીર યુવતીએ રામગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
નવી પરિણીત સગીરે તેના પિતા સાથે મળીને રામગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આ આરોપો સમાજ અને માનવતા માટે આઘાતજનક છે. આ અહેવાલ મુજબ, ૧૭ વર્ષની એક સગીર છોકરીના લગ્ન ગયા મહિને ૧૧ જૂનના રોજ છજ્જુના બસ ખિલોરાના રહેવાસી મુકીમના પુત્ર ઈશુ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરે પહોંચતા જ રૂમમાં બેઠેલી ત્રણ મહિલાઓ બહાર નીકળી ગઈ હતી. આ પછી સસરા ઈશુ ખાન રૂમમાં આવ્યા અને અશ્લીલ હરક્તો કરવા લાગ્યા
જ્યારે સસરાએ તેની સાથે રૂમમાં અશ્લીલ હરક્તો શરૂ કરી ત્યારે સગીરાએ તેનો પરિચય પૂછતાં તે બહાર નીકળી ગયો હતો. થોડા સમય પછી નણંદોઈ સલીમ ખાન, જેઠ, અને પતિ મુકીમ રૂમમાં આવ્યા અને ત્રણેએ મળીને તેની સાથે ગેંગરેપ કર્યો તેમજ બીજા દિવસે પણ આ જ ક્રમ ચાલુ રહ્યો, ત્યારબાદ સગીરા બેહોશ થઈ ગઈ. અલવરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેણે તેની સાથે થયેલા ગેંગરેપ અંગે પરિવારને જાણ કરી હતી. આ કેસમાં પોલીસે ગેંગ રેપ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.