રાજસ્થાનની ટ્રકનો જમ્મુમાં અકસ્માત, ડ્રાઇવર-કડંકટર સહિત ૪ લોકોનાં મોતં

જમ્મુ, શ્રીનગરથી રાજસ્થાન જઈ રહેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત જમ્મુના ઝજ્જર કોટલી વિસ્તારમાં થયો હતો. અહીં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રક ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થઇ ગયા છે.

એક અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરથી રાજસ્થાન જઈ રહેલી ટ્રક બેકાબૂ થઈ ગઈ હતી અને પુલના ડિવાઈડર સાથે અથડાઈને ખાડામાં ખાબકી હતી.ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે પોલીસ ટીમ પહોંચી ત્યારે બે વધારાના મૃતદેહ મળી આવ્યાં હતા. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટના કેવી રીતે બની તેની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. હાલમાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને મૃતકોને બહાર હાઢીને તેમની ઓળખ કરવાની કાર્યવાહી થઇ રહી છે.