જયપુર, રાજસ્થાનમાં શ્રી સિમેન્ટ ગ્રૂપ પર ઈક્ધમટેક્સ વિભાગની સર્ચમાં ગ્રૂપના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગને ૨૩,૦૦૦ કરોડની નકલી કપાતનો દાવો કરતા દસ્તાવેજો મળ્યા છે. આ ઉપરાંત સરપંચો, ગ્રામ પંચાયતો અને સ્થાનિક સંસ્થા સાથે કરેલા બનાવટી કરારો પણ મળી આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો નકલી કરારો દ્વારા છેતરાઈ છે. આવકવેરા વિભાગે શ્રી સિમેન્ટની બનાવટી સાથે સંબંધિત કરારો જપ્ત કર્યા છે.
જયપુરના ઈક્ધમટેક્સ વિભાગની ટીમ શ્રી સિમેન્ટ ગ્રુપના ૨૪થી વધુ સ્થળોએ સર્ચ ચાલુ રાખી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગની કાર્યવાહી જયપુર, બ્યાવર, ઉદયપુર, અજમેર અને ચિત્તોડગઢમાં ચાલી રહી છે.
શ્રી સિમેન્ટ વતી સમગ્ર ઘટના અંગે એનએસઈ અને બીએસઈને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખિત ૨૩,૦૦૦ કરોડ રૂપિયાની કરચોરીનો આંકડો ભ્રામક છે, કારણ કે આવકવેરા વિભાગના સર્વેક્ષણમાં હજુ ચાલુ છે. કંપનીના અધિકારીઓ આવકવેરા વિભાગને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.