રાજસ્થાનના પોલીસ અધિકારીને ભાજપની ટિકિટ માંગવી ભારે પડી

ભરતપુર, રાજસ્થાનના ભરતપુરમાં વાયર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રેમ સિંહ ભાસ્કરનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તેણે પોતાને ધોલપુરની બસેરી વિધાનસભાથી ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે દર્શાવતું બેનર બહાર પાડ્યું. જેમાં તેણે પોલીસ યુનિફોર્મ પહેરીને પોતાનો ફોટો જાહેર કર્યો છે. આ બેનર વાયરલ થયા બાદ પોલીસતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાઘર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું આ રાજકીય બેનર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ મામલાની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તરત જ વાઘર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રેમ સિંહ ભાસ્કરને લાઈનમાં મુક્યા હતા.

વાઘર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજકીય ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાની માહિતી મળતાં ભરતપુર પોલીસતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાઘર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દ્વારા પોતાને ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે દર્શાવતું બેનર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ બેનર વાયરલ થયા બાદ તેને લાઈનમાં લગાવી દેવામાં આવ્યો હતો. આ મામલામાં ભરતપુરના એસપી મૃદુલ કાચવાએ જણાવ્યું કે, વાઘર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રેમસિંહ ભાસ્કર સામે ફરિયાદ થયા બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તેમને લાઈનમાં મૂકવામાં આવ્યા છે.તેમની સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

વાઘર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રેમસિંહ ભાસ્કર દ્વારા બેનર જારી કરવામાં આવ્યું હતું. જેમાં તેણે પોતાનો યુનિફોર્મ પહેરેલો ફોટો પણ મુક્યો છે. જેમાં તેમણે બસેરી વિધાનસભાથી ભાજપની ઉમેદવારી માટે આવેદનપત્ર ભર્યું છે. આ સિવાય તેમણે આ બેનરમાં તેમના જીવનનો પરિચય પણ આપ્યો હતો. આ બેનરમાં પ્રેમ સિંહે કહ્યું કે તે હવે સમાજ સેવા કરવા માંગે છે. આ બેનરમાં તેણે પોતાની અને પોતાના પરિવારની રાજકીય વિગતોની પણ માહિતી આપી છે.

વાઘર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દ્વારા રાજકીય બેનર લગાવવામાં આવતા પોલીસ વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલાની જાણકારી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના પર ભરતપુર એસપીએ તેને લાઇનમાં મૂક્યો હતો. બીજી તરફ લાઇનમાં જોડાયા બાદ પ્રેમસિંહ ભાસ્કરે પોલીસ વિભાગને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પત્ર લખ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે ‘મને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૩૪ વર્ષ થયા છે. હું હવે વૃદ્ધ થઈ ગયો છું.તેથી હું મારા પરિવાર અને સમાજમાં રહીને સમાજની સેવા કરવા માંગુ છું. તેથી કૃપા કરીને મને સ્વૈચ્છિક નિવૃત્તિ આપો.