રાજસ્થાનમાં શ્રદ્ધા કેસમાંથી આઇડિયા લઈને ભત્રીજાએ કાકીના ૧૦ ટુકડા કરી નાંખ્યા !

જયપુર,

ગુનાઓની દુનિયામાં સનકી સરફિરાઑ હત્યા માટે હંમેશા ઘટનાઑમાંથી પ્રેરણા લેતા રહે છે, આવો જ એક ભયાનક કેસ રાજસ્થાનથી સામે આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં ૬૪ વર્ષની મહિલાની હત્યાને રૂંવાડા ઊભા કરી દે તેવા ખુલાસા થયા છે. વૃદ્ધ મહિલાને તેના જ ભત્રીજાએ મોતને ઘાટ ઉતારી હતી અને તેના માટે શ્રદ્ધા મર્ડર કેસમાંથી પ્રેરણા લીધી હતી.સામાન્ય વિવાદમાં ભત્રીજાએ કાકીની હત્યા કરી નાંખી અને તે બાદ શરીરના ૧૦ ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી આવ્યો. પોલીસ અત્યારે કુલ આઠ ટુકડા શોધી નાંખ્યા છે અને પોતે તપાસ કરી રહ્યા છે.

હત્યાને અંજામ આપનાર ભત્રીજા સાથે પૂછપરછમાં જે સામે આવ્યું તે સાંભળીને પોલીસ અધિકારીઓના કાળજા પણ કંપી ઉઠયા હતા. આરોપીને કીર્તન માટે દિલ્હી જવું હતું પણ કાકીએ ઈનકાર કર્યો અને બસ આ જ વાતમાં ઝઘડો થયો. યુવકે શ્રદ્ધા મર્ડર કેસ વિષે તમામ જાણકારીઓ ભેગી કરી હોવાથી તે જ રીતે કાકીની હત્યા કરી અને મૃતદેહના ૧૦ ટુકડા કર્યા.૧૧ ડિસેમ્બરના રોજ આરોપીના માતા પિતા બહેનના લગ્ન માટે ઈન્દોર ગયા હતા અને તે જ સમયે તેણે આ વારદાતને અંજામ આપ્યો. આરોપી બીટેકમાં વિદ્યાર્થી હતો.