સિરોહી,
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ૪૫ વર્ષીય મહિલા પર તેના પતિની સામે ચાર શખ્સોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. આરોપ છે કે ચાર લોકો ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા અને મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે બની હતી.પરંતુ આઘાતના કારણે ગુરૂવારે દંપતી ઘરની બહાર નીકળી શક્યું ન હતું. દરમિયાનમાં દંપતીએ શુક્રવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે શનિવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ચોથા આરોપીની પણ શોધ ચાલી રહી છે.
પિંડવાડાના નાયબ પોલીસ અધિક્ષક જેઠ સિંઘે જણાવ્યું કે મહિલાનો પતિ ચોકીદાર તરીકે કામ કરે છે. બુધવારે રાત્રે બંને જ્યારે સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ચાર લોકો બળજબરીથી તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમને બંધક બનાવ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, ’તેઓએ પતિના કપડા ઉતરાવી દીધા હતા અને તેના ખિસ્સામાંથી ૧,૪૦૦ રૂપિયા પણ કાઢી લીધા હતા.