રાજસ્થાનમાં મહિલાઓને ફ્રી સ્માર્ટ ફોન આપવાની યોજના હાલ માટે રોકી દેવાઇ

જયપુર, માહિતી ટેકનોલોજી મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે મંગળવારે વિધાનસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં આ માહિતી આપી હતી. ધારાસભ્ય ઈન્દ્ર રાઠોડના પ્રશ્ર્નના લેખિત જવાબમાં રાઠોડે કહ્યું કે ગેહલોત સરકાર દરમિયાન ચિરંજીવી પરિવારોની લગભગ ૨૪.૫ લાખ મહિલાઓને ઈન્ટરનેટ ડેટા સાથેના સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પર લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અગાઉની સરકારે ૨૦૨૩-૨૪ના બજેટમાં ૪૦ લાખ મહિલાઓને સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી હતી. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાને કારણે તે બંધ થઈ ગયું હતું, પરંતુ હવે રાજ્યની વર્તમાન સરકારે આ યોજનાની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.