રાજસ્થાનમાં ફરી નવો વિવાદ ગુર્જર આંદોલને ફરી એકવાર જોર પકડ્યું, રાહુલની યાત્રાને રાજ્યમાં ન પ્રવેશવા દેવાની ધમકી

જયપુર,

રાજસ્થાનમાં કોંગ્રેસના વિવાદમાં હજુ ઘણુંબધું બાકી છે, જ્યારે હવે એક નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે. વર્ષોથી બંધ ગુર્જર આંદોલનને ઓઝા લોકોએ ફરીથી જાગ્રત કરવાનું શરૂ કર્યું છે. બંને બાજુ અવરોધો છે. સમજૂતી હોવા છતાં સરકાર ગુર્જરોની માગ પૂરી કરતી નથી અને ગુર્જરો કંઈ ઓછું સ્વીકારવા માગતા નથી. કર્નલ કિરોડી સિંહ બૈંસલા નથી રહ્યા, તેમના પુત્ર વિજય બૈંસલાએ કમાન સંભાળી છે. તેમનું કહેવું છે કે અમે કર્નલ સાહેબ સાથે કરેલા કરારને કોઈપણ ભોગે લાગુ કરવા માગીએ છીએ.

જો સરકાર ૨૦ દિવસમાં તમામ માગણીઓ નહીં સ્વીકારે તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રાજસ્થાનમાં પ્રવેશવા દેવાશે નહીં. હવે કર્નલની સમજૂતીનો અમલ કરવા મક્કમ રહેલા વિજય બૈંસલાને યાદ નથી કે કર્નલે મહિનાઓ સુધી પાટા પર આંદોલન કર્યું હતું, પરંતુ હવે તેઓ આંદોલનની અલગ જ ધમકી આપી રહ્યા છેપ કે રાહુલ ગાંધીને રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બરાબર દિવસો માપીને ૨૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે રાહુલ રાજ્યમાં પ્રવેશવાના છે. આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે. બીજા ઘણા પ્રસંગો હોઈ શકે છે, પરંતુ આ માર્ગ શા માટે પસંદ કરવામાં આવ્યો? એ એક પ્રશ્ર્ન છે. અગાઉ આવું નહોતું, પરંતુ આ વખતે આ આંદોલન હવે રાજકારણ સાથે સીધું જોડાયેલું જોવા મળી રહ્યું છે. એનો સંબંધ રાજકારણ સાથે ન હોય, પરંતુ ગેહલોત-પાઇલટ વિવાદ ચાલી રહ્યો હોવાથી અને પાઇલટ ગુર્જર સમુદાયના નેતા હોવાથી તેમની સાથે પણ એને જોડવામાં આવશે. જોકે રાજકીય ક્ષેત્રમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે.

કોઈ કહી રહ્યું છે કે રાહુલ ગાંધીની મુલાકાત સમયે ગેહલોત કેમ્પના કેટલાક લોકો પાઇલટને બદનામ કરવા માટે આ આંદોલનને વેગ આપી રહ્યા છે. કેટલાક એવું કહી રહ્યા છે કે માત્ર પાઇલટ જ આ કામ કરાવી રહ્યા છે. જ્યાં સુધી વિજય બૈંસલાનો સવાલ છે, તેઓ તમામ ગુર્જર ધારાસભ્યોને દલ બદલું કહી રહ્યા છે. તેઓ કહે છે કે તેઓ જ્યાં ફાયદો મળે ત્યાં પહોંચી જાય છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે પાઇલટ પોતે નાયબ મુખ્યમંત્રી છે! અમારો કયો કરાર તેમણે અમલમાં મૂક્યો કે આપણે તેમનું પાલન કરવું જોઈએ? બૈંસલાએ બીજી એક વાત કહી, અમારું કામ કોઈની યાત્રા રોકવાનું નથી. અમારું કામ કરો અને છુટ્ટા થાઓ. એકવાર કરાર થઈ ગયા પછી એનો અમલ કરવામાં શી સમસ્યા છે?

અત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ કહેવું મુશ્કેલ છે, પરંતુ આ બધાને કારણે રાહુલ ગાંધીની યાત્રા પર મુશ્કેલી આવી પડી છે. યાત્રાના રૂટમાં ફેરફાર કરવામાં આવે એવાં સૂચનો કરવામાં આવી રહ્યાં છે. હવે જે માર્ગ નક્કી કરવામાં આવ્યો છે એ મોટા ભાગે ગુર્જર પટ્ટામાં આવે છે, તેથી એમાં મુશ્કેલી આવવાની ખાતરી છે, પરંતુ જે પણ માર્ગ નક્કી કરવામાં આવે છે, ત્યાં ગુર્જરો ચોક્કસપણે આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર કરારનો અમલ કરે છે, ગુર્જરોને કંઈક આપીને રાજી કરે છે કે પછી રાહુલ ગાંધીની યાત્રામાં અડચણો ઊભી કરવાનું જોખમ ઉઠાવે છે!