જયપુર,કરૌલી જિલ્લાના હિંડૌન શહેરના શ્રી મહાવીરજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માસૂમ બાળકી પર નિર્દયતાની હદ વટાવતો મામલો સામે આવ્યો છે. અહીં એક આધેડ વ્યક્તિએ માત્ર ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. માસૂમ બાળકી પર બળાત્કાર થયાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. પીડિતને હિંડૌન હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી છે. બાળકીની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને જયપુર રીફર કરી છે.
શ્રી મહાવીરજી પોલીસ સ્ટેશન ઓફિસર ચંચલના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના એક ગામમાં શનિવારે રાત્રે ૯ વર્ષની બાળકી તેના ઘરમાં સૂતી હતી. રઘુવીર જાટ રાત્રે ૯ વાગ્યાની આસપાસ તેના ઘરે આવ્યો હતો. તે છોકરીને ઉપાડીને ખેતરોમાં લઈ ગયો. ત્યાં તેણે બાળકી પર બળાત્કાર કર્યો. દરમિયાન પરિવારના સભ્યોને બાળકી ગુમ થયાની જાણ થતાં તેઓએ આસપાસમાં શોધખોળ કરી હતી. જે બાદ પરિવારજનોને બાળકી ખેતરમાં લોહીલુહાણ હાલતમાં પડેલી મળી હતી.
બાળકીની હાલત જોઈ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે તાત્કાલિક શ્રી મહાવીરજી પોલીસ સ્ટેશનને આ ઘટના વિશે જાણ કરી અને પીડિતને હિંડૌનની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તેમને મેડિકલ બોર્ડ તરફથી મેડિકલ તપાસ અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ બાળકીની ગંભીર સ્થિતિને જોતા તેને તાત્કાલિક જયપુરની જેકે લોન હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસે આરોપી રઘુવીર જાટને કસ્ટડીમાં લીધો છે. પોલીસ તેની પૂછપરછમાં વ્યસ્ત છે. ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારના સભ્યો આઘાતમાં છે. મામલાની ગંભીરતાને યાનમાં લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજસ્થાનના જયપુર ગ્રામીણમાં પણ એક પિતા દ્વારા તેની બે સગીર દીકરીઓ પર બળાત્કાર ગુજારવાની હદયદ્રાવક ઘટના સામે આવી છે.