રાજસ્થાનમાં વરસાદી મોસમ ચાલુ છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોટા અને અજમેર સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન કેન્દ્ર, જયપુરના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં, પશ્ર્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ અને પૂર્વી રાજસ્થાનમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન રાજસમંદ, બારાન, કોટા અને અજમેર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. અજમેરના નસીરાબાદમાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ થયો હતો.
એ જ રીતે રાજસમંદ જિલ્લાના ખમનોરમાં ૭૭ મિ.મી., નાથદ્વારામાં ૬૮ મિ.મી., કોટાના દેવગઢમાં ૬૭ મિ.મી. અને બારાણમાં ૬૫ મી.મી. વરસાદ પડ્યો. ઉદયપુર, ટોંક, સિરોહી, કરૌલી, જોધપુર, ડુંગરગઢ અને ચિત્તોડગઢ જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો હતો. તે જ સમયે, આજથી પૂર્વ રાજસ્થાનમાં ફરીથી ભારે વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનના ૧૦ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તેમાંથી ઉદયપુર, રાજસમંદ, પ્રતાપગઢ, કોટા, ઝાલવાડ, ડુંગરપુર, ચિત્તોડગઢ, બુંદી, ભીલવાડા અને બાંસવાડા માટે ભારે વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવી હવામાન પ્રણાલીના પ્રભાવને કારણે આગામી એક સપ્તાહ સુધી પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગોમાં ચોમાસું સક્રિય રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ભરતપુર, જયપુર, અજમેર, કોટા, ઉદયપુર વિભાગના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ મયમથી ભારે વરસાદની સંભાવના છે.
આગામી ૪-૫ દિવસમાં કોટા, ઉદયપુર અને જયપુર ડિવિઝનના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ૨૫-૨૬ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ અને પૂર્વ રાજસ્થાનના કોટા અને ઉદયપુર વિભાગના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે, પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર વિભાગના કેટલાક ભાગોમાં, આગામી એક-બે દિવસમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન જોધપુર વિભાગના કેટલાક ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે. બિકાનેર વિભાગના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મયમ વરસાદની શક્યતા છે.