જયપુર,જયપુરમાં ૧૩ સિવિલ લાઈન્સ પર રાજકીય હિલચાલ વધી ગઈ છે. વસુંધરા રાજે દિલ્લીથી જયપુર પહોંચી ગયા છે. કેટલાક ધારાસભ્યો તેમને મળવા સિવિલ લાઈન્સ ખાતે પહોચ્યા છે. ૧૦ જેટલા ધારાસભ્યો મળવા દોડી આવ્યાના સમાચાર સામે આવ્યા છે. દેગાનાના ધારાસભ્ય અજય સિંહ કિલક, શેરગઢના ધારાસભ્ય બાબુ સિંહ રાઠોડ, બિલારાના ધારાસભ્ય અર્જુન લાલ ગર્ગ, કોલાયતના ધારાસભ્ય અંશુમાન સિંહ ભાટી અને પૂર્વ મંત્રી દેવી સિંહ ભાટી વસુંધરા રાજેને મળવા આવ્યા છે.
કાલાવડ માર્કેટિગ યાર્ડના એક દલાલે રૂપિયા ૧૦ કરોડનું ફુલેકું ફેરવીને નાસી જતા છેલ્લા ત્રણ દિવસથી કાલાવડ માર્કેટિગ યાર્ડ બંધ રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં આવેલ ભગવાન ટ્રેડિંગ કુ. નામની પેઢીએ ફુલેકું ફેરવતા અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભગવાન ટ્રેડિંગ કુ. ચલાવનારા વિજય તાળા અને કરશન પ્રાગડા ફરાર થઈ ગયા છે. બન્નેના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે. કાલાવડ યાર્ડ છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.
કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઓડિશા સ્થિત ઘરે આવકવેરાના દરોડા ચાલુ છે. ઈક્ધમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા ચલણી નોટોની ગણતરી ચાલી રહી છે. કુલ ૧૭૬ થેલાઓમાંથી અત્યાર સુધીમાં ૧૦૬ થેલાઓમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયાની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે.
ગુજરાતના ભાજપના ધારાસભ્યે, પક્ષના કાર્યર્ક્તાઓ માટે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં બળાપો ઠાલવ્યો હતો. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને સંસદસભ્યની હાજરીમાં જ પૂર્વ કેબિનેટ પ્રધાન અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કાર્યર્ક્તાઓ અને નેતાઓને રોકડુ પરખાવ્યું હતું. વાંસદા બેઠક પર ભાજપ જીતી ના શક્તા, ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસનો તો કોઈ ડર નથી, પરંતુ આપણા જ આપણને નડે છે તેનો અફસોસ છે.
સુરતના સુરાના અને કંસલ ગ્રુપ ઉપર ઈક્ધમટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં, મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યાની આશંકા સેવાઈ રહી છે. આ દરોડામાં ૧૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગઈકાલ શનિવારે મોડી રાત સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત રહેવા પામી હતી. દરોડાની પ્રક્રિયામાં ૧૬ બેંક ખાતા સીઝ કરાયા છે. બન્ને જૂથના ૪ કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આવકવેરાની ડીડીઆઈની વિંગ દ્વારા શુક્રવારે સવારે દરોડાની કામગીરી શરૂ કરાઇ હતી.
આજે ૧૦ ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.