રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બનેલ ભાવનગરના નાના એવા ગામ દિહોરમાં એક સાથે ૧૨ નનામી નીકળતા ગામ આખું હિબકે ચડ્યું,

  • ૧૦ મૃતકો તો એક જ ગામ તાળાજા તુલાકાના દિહોરના.

ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામમાં રામકથા બાદ યાત્રાએ નીકળેલી ૫૭ લોકો સાથે ની બસને રાજસ્થાનના ભરતપુર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કુલ ૧૨ લોકોના મોત નીપજ્યા હતા. આ તમામ લોકોના મૃતદેહોને વતન દિહોર લાવવામાં આવ્યા છે. હાલમાં ગામમાં શોકાતુર માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઘટનાને પગલે ગામ આખું સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને તમામ મૃતદેહો દિહોર પહોચતા પ્રથમ તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બાદમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી તમામની અંતિમયાત્રા એક સાથે નીકાળવામાં આલી હતી મૃતકોની અંતિમયાત્રામાં ૧૦ હજારથી વધુ લોકો જોડાયા હતાં . મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગર શહેરની મહિલાનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો

રાજસ્થાનના ભરતપુરમાં રોડ દુર્ઘટના ભારે કમકમાટીભરી રહી. રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ટેન્કરે ટક્કર મારી હતી. જેમાં ૧૧ લોકોના મોત નિપજ્યા છે, તેમજ ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ભાવનગરથી બસ આવી રહી હતી અને બસમાં સવાર યાત્રિકો મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા. ગુજરાતની ય્ત્ન ૪૭૭૪૭ બસને અકસ્માત નડ્યો હતો. ભાવનગરના કાર્તિક ટ્રાવેલર્સની બસ હોવાની માહિતી સામે આવી છે. નેશનલ હાઈવે નંબર ૨૧ પર ભીષણ અકસ્માતમાં ૧૧નાં મોત નિપજ્યા હતા. ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળઈ હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે ૫ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. કમકમાટીભર્યા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના ૭ મહિલાઓ અને ૫ પુરુષોના મૃત્યુ નિપજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી સહિતના રાજકીય નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તો ગુજરાત સરકારે મૃતકના પરિજનોને પરિવારજનને રૂ. ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦ની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે મોરારીબાપુએ પણ મૃતકના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ( એક લાખ એંસી હજાર )ની સહાયતા રાશિ અર્પણ કરી હતી.