
જયપુર, જયપુર હવામાન વિભાગે તીવ્ર ગરમીને લઈને અન્ય જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હીટ વેવ ચાલુ રહેશે અને ૨૪ મેથી ભારે ગરમીનો બીજો તબક્કો શરૂ થશે અને દિવસનું તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
કાળઝાળ ગરમી વચ્ચે આગામી દિવસોમાં રાહત મળી શકે છે. જયપુર હવામાન કેન્દ્રની તાજેતરની માહિતી અનુસાર, ઉત્તર રાજસ્થાન પર એક નવું ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં અહીંના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.