રાજસ્થાન કેબિનેટમાં ફેરબદલનો કોઈ વિચાર નથી: રંધાવા

જયપુર,કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિન્દર સિંઘ રંધાવાએ શનિવારે જણાવ્યું હતું કે જો તમામ ક્વાર્ટરમાંથી માંગ આવે તો રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવી શકે છે, પરંતુ હાલમાં આવી કોઈ યોજના નથી.

રાજ્ય કેબિનેટમાં ફેરબદલના પ્રશ્ર્ન પર, તેમણે મીડિયાને કહ્યું, જો દરેક કહેશે કે અમે (કેબિનેટમાં ફેરબદલ) કરીશું, પરંતુ મને નથી લાગતું કે અમારી પાસે અત્યારે એવો કોઈ વિચાર છે. અગાઉ રંધાવાએ અહીં મંત્રીઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. તેમણે કહ્યું કે તેઓ મંત્રીઓ પાસેથી ફીડબેક લઈ રહ્યા છે અને તેમને પાર્ટી સંગઠનને મજબૂત કરવા કહી રહ્યા છે.

રંધાવાએ કહ્યું, “મેં મંત્રીઓને કહ્યું છે કે એવું ન હોવું જોઈએ કે તમે સરકાર માટે કામ કરો છો. તમારે તેની સાથે સંગઠન માટે પણ કામ કરવું જોઈએ.” તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સંગઠન અને સરકાર બંનેની વાત થાય છે, તેથી સંગઠનને મજબૂત કરવા માટે તેઓ મંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે.

નોંધનીય છે કે રંધાવા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ અહીં વિધાનસભા અધ્યક્ષ જોશીને મળ્યા હતા. પાયલોટે આ બેઠકને અનૌપચારિક ગણાવી હતી.બીજી તરફ, રંધાવાએ કહ્યું કે ડો. જોશી સાથે તેમના જૂના સંબંધો છે અને તેઓ કોંગ્રેસના ચાલતા ચાલતા ’એનસાઈક્લોપીડિયા’ છે જેમની પાસે દરેક કાર્યર્ક્તાની માહિતી છે.