લોક્સભાની ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું છે મતદાનને લઇને વયોવૃદ્ધ સહિત નવ પરિણીત યુગલો પણ મતદાન કરીને લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યા હતાં જો કે સાઉથ સુપર સ્ટાર્સ પણ મતદાનને લઇને ક્યાંય પાછા પડ્યા ન હતા.
દક્ષિણ ભારતની વિવિધ બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અભિનેતા વિજયસેતુપથિ ચેન્નાઇમાંવોટ કરવા પહોંચ્યા હતા. અભિનેતા કમલ હસને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અભિનેતા કમલ હાસને પોતાનો મત આપ્યો હતો. તેઓ બારપેટા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાને કિમતી મત નોંધાવા પહોંચ્યા હતા.તો અભિનેતા ધનુષ પણ મતદાન કરવા આવી પહોંચ્યો હતો. તેણે ચેન્નાઇના અલવરપેટ ખાતેના મતદાન મથક પર અભિનેતા ધનુષ પ્રથમ તબક્કાના મતદાન માટે પોતાનો મત આપવા પહોંચ્યો હતો.
ચેન્નાઈ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તમિલનાડુના ચેન્નાઈના પોલિંગ બૂથ પર પહોંચ્યા અને પોતાનો વોટ આપ્યો હતો. મતદાન કર્યા બાદ રજનીકાંતે પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અજિત કુમાર પણ વોટ આપવા માટે ચેન્નાઈ પોલિંગ બૂથ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો જોવા મળી રહ્યા છે.
બીજી તરફ સાઉથ અભિનેત્રી ત્રિશા કૃષ્ણ પણ મતદાન કરવા પહોંચી હતી. અલવરપેટના સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તરફ બીજેપી નેતા અને અભિનેત્રી નમિતાએ પણ મતદાન કર્યુ હતું, ચેન્નાઇના નુંગમંબક્કમ સરકારી શાળામાં તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા.