રાજા ભૈયાની પત્ની ભાવની કુમારીએ એમએલસી અક્ષય પ્રતાપ સિંહ પર છેંતરપીડીનો કેસ દાખલ કરાવ્યો

નવીદિલ્હી,

પ્રતાપગઢના કુંડાથી અપક્ષ ધારાસભ્ય રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની પત્ની ભાનવી કુમારીએ એમએલસી અક્ષય પ્રતાપ સિંહ પર છેંતરપીડીનો મામલો દાખલ કરાવ્યો છે. ભાનવી કુમારીએ આ મામલો ઇઓડબ્લ્યુની શાખામાં છેંતરપીડી હેઠળ દાખલ કરાવ્યો છે.ઇઓડબ્લ્યુમાં દાખલ કરાવવામાં આવેલ ફરિયાદમાં તેમણે કહ્યું કે તે પોતાની કંપની શ્રી દા પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની ડાયરેકટર અને મેજોરિટી શેયરહોલ્ડર છે.જેમાં અક્ષય પ્રતાપ સિંહે તેના નકલી ડિઝિટલ સહી કરી કંપનીના મોટાભાગના શેયર પોતાના નામે કરી લીધા અને આ સાથે જ ખુદને અને પોતાના સાથીઓને કંપનીના ડાયરેકટર નિયુક્ત કરી દેવામાં આવ્યા.

આ સાથે જ ભાનવીકુમારી સિંહે વિધાન પરિષદ સભ્ય અક્ષયપ્રતાપ સિંહ ઉર્ફે ગોપાલ ભૈયા સહિત પાંચ અન્યની વિરૂધ દિલ્હીના ઇઓડબ્લ્યુ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.ઇઓડબ્લ્યુએ ભાનવીની ફરિયાદ પર આઇપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે આ સાથે જ દિલ્હી પોલીસે આ મામલામાં એફઆઇઆર દાખર કરી લીધી છે.ભાનવીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે અક્ષય પ્રતાર સિંહે ફ્રોડ વ્યક્તિ છે અને તેની ઉપર આ પહેલા પણ આઇપીસી હેઠળ અનેક મામલા દાખલ છે.