
નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમિત શાહને મળ્યા બાદ રાજ ઠાકરેએ તેમની સાથે થોડો સમય વાત કરી હતી.આ બેઠકમાં રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતો
તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે સોમવારે રાત્રે જ દિલ્હી પહોંચ્યા હતા. મંગળવારે તેઓ એક ખાનગી હોટલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા હતા. આ બંન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ચાલી હતી આ બેઠક પૂરી થયા બાદ જ એમએનએસ પ્રમુખ અમિત શાહના નિવાસસ્થાને જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમની સાથે વિનોદ તાવડે પણ હાજર હતા.
લોક્સભા ચૂંટણી પહેલા રાજ ઠાકરે એનડીએમાં સામેલ થઈ શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપ અયક્ષ ચંદ્રશેખર બાવનકુલે પહેલેથી જ નવી દિલ્હીમાં હાજર છે.
દિલ્હી પહોંચ્યા બાદ રાજ ઠાકરેએ સોમવારે મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું, મને હજુ સુધી ખબર નથી કે મારું શેડ્યુલ શું છે. મને હમણાં જ દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું અને હું દિલ્હી આવ્યો. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈક્ધાર કર્યો હતો. તેમણે કહ્યું અને જો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તમને જાણ કરવામાં આવશે. માનવામાં આવે છે કે રાજ ઠાકરેની સ્દ્ગજી દ્ગડ્ઢછમાં પ્રવેશ કરી શકે છે. બીજેપી તેમને શિંદેના શિવસેના કોટામાંથી સીટ ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ ઠાકરે એનડીએ પાસે બે સીટોની માંગ કરી રહ્યા છે.
ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આ વખતે મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૪૫થી વધુ લોક્સભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રમાં, એનડીએ ૪૦૦ થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે અને ભાજપ એકલા ૩૭૦ થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે.