![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/Raj-Thackeray-a_d_d_d-1024x576.jpg)
મુંબઇ,
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉખલપાથલનો સિલસિલો જારી છે.નવા ધટનાક્રમમાં રાજ ઠાકરેના ખાસ રહેલ વસંત મોરોને એનસીપી નેતા અજિત પવારે પોતાની પાર્ટીમાં આવવા માટે ખુલ્લી ઓફર આપી છે જો કે મોરેનું કહેવુ છે કે તેમણે હજુ સુધી તેમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી તેમણે કેટલાક અન્ય પક્ષો તરફથી પણ આવી જ ઓફર આવી છે પરંતુ તેઓ હજુ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનામાં છે
એ યાદ રહે કે રાજ ઠાકરેએ જયારે મસ્જિદોમાં લાગેલ લાઉડ સ્પીકરોની વિરૂધ અભિયાન ચલાવવાની વાત કરી હતી ત્યારે મોરે જ એક માત્ર નેતા હતાં જેમણે તેનો વિરોધ કર્યો હતો.મોરે રાજ ઠાકરેના કેટલાક ખાસ હતાં એ વાતનો અંદાદ એ વાતથી જ લગાવી શકાય છે કે તે પુણેમાં એમએનએસના વડા છે.પુણે મ્યુનિ.કોર્પોરેશનમાં તેઓ રાજ ઠાકરેની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે તેઓને રાઠ ઠાકરેના ખુબ નજીકના માનવામાં આવે છે.
જો કે લાઉડ સ્પીકરોની વિરૂધ અભિયાનનો જયારેથી તેમણે વિરોધ કર્યો હતો ત્યારથી તેમના રાજ ઠાકરેથી અલગ થવાની વાત રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહી હતી. પરંતુ અજિત પવારની નવી ઓફરે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમી પેદા કરી દીધી છે.મોરેએ ખુદ જણાવ્યું હતું કે અજિત તેમને એક સમારોહમાં મળ્યા હતાં ત્યાં તેમણે તેમને ખુદ ઓફર આપી કહ્યું હતું કે તે એનસીપીમાં તેમની રાહ જોઇ રહ્યાં છે પરંતુ મોરેનું કહેવુ છે કે હાલ તેમણે આ બાબતે કોઇ નિર્ણય લીધો નથી મોરે પક્ષ પલ્ટો કરવાની ચર્યાઓ ત્યારે વધારે ઉગ્ર બની હતી જ્યારે રાજ ઠાકરેની પાર્ટીના નેતા રૂપાલી પાટિલ એમએનએસને અલવિદા કહી શરદ પવારની પાર્ટી એનસીએમાં સામેલ થયા હતાં. તેમનું કહેવુ હતું કે રાજ ઠાકરેની પાર્ટીમાં તેમની ઉપેક્ષા કરવામાં આવતી હતી અને આ વાતાવરણમાં રહી શકે તેમ નથી આથી તેઓ એનસીપીમાં સામેલ થયા છે.
એ યાદ રહે મહારાષ્ટ્રની રાજનીતિમાં પક્ષપલ્ટાનો ખેલ ત્યારે તેજ થયો જયારે બાલા સાહેબના ખાસ રહેલ એકનાથ શિંદે ઉદ્વવ ઠાકરેને ચમકો આપી ભાજપના સમર્થનથી પોતાની સરકાર બનાવી લીધી.