રાજ કુન્દ્રા, પૂનમ પાંડે અને શર્લિન ને પોર્નોગ્રાફી કેસમાં મોટી રાહત,

મુંબઇ,

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. રાજ કુન્દ્રાની સાથે સુપ્રિમ કોર્ટે મોડલ શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને ઉમેશ કામતને પોર્નગ્રાફી બનાવવા અને એને ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવાનાં કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ આરોપીઓએ તપાસમાં સહકાર આપવો જોઈએ અને જરૂર પડ્યે તપાસમાં સામેલ થવું જોઈએ.

મહારાષ્ટ્ર સાયબર પોલીસે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા, શર્લિન ચોપરા અને પૂનમ પાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ કુન્દ્રાએ મુંબઈની આસપાસની ફાઈવ સ્ટાર હોટલોમાં પોર્નોગ્રાફિક ફિલ્મો શૂટ કરી હતી અને પછી તેને પ્લેટફોર્મ પર વેચી દીધી હતી. રાજ કુન્દ્રાએ આ ડીલ કરોડોમાં કરી હતી. રાજે આ ફિલ્મો પૂનમ અને શલન સાથે શૂટ કરી હોવાનું કહેવાય છે.