રેલ્વે પેન્શનર્સ વેલ્ફેર એસોસીએશન, દાહોદએ પેન્શનર દિવસ મનાવ્યો

દાહોદ,દાહોદના જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે રેલ્વે પેન્શનર્સ એસોસિએશન દાહોદ દ્વારા પેન્શનર દિવસએ પેન્શનર્સને ઉપયોગી બાબતોથી અવગત કરાવી ઉજવણી કરવામાં આવી હતી. એસોસિએશનનાં પ્રમુખ એચ.એન. સોની એ સ્વાગત પ્રવચન કરી સૌને શાબ્દિક આવકાર્ય હતા. જનરલ સેક્રેટરી એલ.એન. શર્માએ પેન્શનર દિવસ શા માટે ઉજવવામાં આવે છે, જેની જાણકારી આપી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદનાં એડવોકેટ પિયુષ જોશી, પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી એ નિવૃત્તિ પશ્ચાત્ મળેલ રકમને સાચવીને, યોગ્ય રોકાણ કરવા જણાવી સુખમય જીવન વ્યતિત થાય તે માટે પેન્શનર દિવસ નિમિતે શુભકામના પાઠવી હતી.

એસોસિએશન નાં પેટ્રન પ્રેસ્ટનજી 96 વર્ષે પણ આ એસોસિએશન લોકોનાં કાર્યો નિર્વિઘ્ને કરતા રહે તે માટે સતત સક્રિય રહી માર્ગ દર્શન આપી રહ્યા છે. જે પેન્શનર્સ એ 75 વર્ષ પૂર્ણ કર્યા હતા, તેઓને એસોસિએશન દ્વારા સ્મૃતિ ભેટ, પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા.

એસોસીએશનનાં સંચાલક મંડલનાં પદાધિકારીઓ પેટ્રન, પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી દ્વારા પેન્શનર દિવસે સુંદર કામગીરીને લક્ષમાં રાખીને શહેરની વિશ્ર્વ સ્તરીય સેવાકીય ક્લબ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદનાં સદસ્યો હુસેન મુલ્લાં મીઠા, રતનસિંહ બામણિયા, વાસુદેવ મંગલાની દ્વારા સન્માન પત્રો, ખેશ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડી.આર. મીના, કૈલાશચંદ્ર પાઠક અને સુશીલાબેન સોલંકી એ કર્યું હતું.