રેલવેમાં આત્મહત્યાના વધતા કેસથી પ્રશાસન ચિંતિત

  • આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર મહિના સુધીમાં ૭૬ વ્યક્તિઓએે આત્મહત્યા કરી છે

મુંબઈ,

કોરોના મહામારીના સંપૂર્ણ નિયંત્રણ પછી મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીની સંખ્યામાં વધારાની સાથે અકસ્માત વયા છે, પરંતુ રેલવે સ્ટેશનના પરિસર (સ્ટેશન વિસ્તાર, રેલવે ટ્રેક અથવા ટ્રેનની સામે ઝંપલાવીને)માં આત્મહત્યાના કેસનું પ્રમાણ વયું છે. આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર મહિના સુધીમાં ૭૬ જણે આત્મહત્યા કરી હતી, જ્યારે ૨૦૧૭માં ૩૬ કેસ નોંધાયા હતા. છેલ્લાં પાંચ વર્ષની તુલનામાં આ વર્ષે દસ મહિનામાં મુંબઈ સબર્બન રેલવેમાં લગભગ આત્મહત્યાના ડબલ કેસ નોંધાયા છે. વધતા આત્મહત્યાના કિસ્સા માટે પારિવારિક સંબંધોમાં તાણાવાણાની વચ્ચે કોરોના મહામારી સહિત અન્ય કારણ જવાબદાર હોવાનું જણાવાયું હતું.

૨૦૧૭ની તુલનામાં ૨૦૨૨માં અકસ્માતે મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ ટ્રેક ક્રોસિંગ અને આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. રેલવે સ્ટેશનના પરિસરમાં આત્મહત્યાના કેસનું પ્રમાણ વયું છે, જેમાં ૨૦૧૭ના વર્ષ દરમિયાન સરેરાશ મહિનામાં ત્રણેક કેસ નોંધાતા હતા, જે આ વર્ષે મહિનામાં સાતથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. વધતા આત્મહત્યાના કેસથી પ્રશાસન ચિંતિત છે, જે અંતર્ગત રેલવે સ્ટેશનના પરિસરમાં પોલીસના જવાનોને રાઉન્ડ ધ ક્લોક તહેનાત રાખવામાં આવે છે. આ ઉપરાંત, સંવેદનશીલ રેલવે સ્ટેશનના પરિસરમાં પોલીસની ટીમને તહેનાત રાખવામાં આવે છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

આત્મહત્યા કરનારા લોકોને રોકવા માટે પોલીસ જ નહીં, પરંતુ અમુક કિસ્સામાં મોટરમેન અને ગાર્ડ દ્વારા સતર્કતા દાખવીને લોકોને બચાવવાના કિસ્સા જોવા મળ્યા છે. આ વર્ષે આત્મહત્યાના ૭૬ કેસ નોંધાયા હતા, જેમાં ૬૦ પુરુષ અને ૧૬ મહિલાના મોત થયા હતા. ઉપરાંત, અન્ય એક કેસમાં એક જણને બચાવી પણ લેવામાં આવ્યો હતો. આત્મહત્યાના કેસમાં વધારાની સાથે આ વર્ષે ટ્રેસ પાસિંગ (ટીપી કેસ) કરવાના કિસ્સામાં ૯૩૮ જણનાં મોત થયા હતા. રેલવેના પાટા ક્રોસ કરવાના કિસ્સામાં આ વર્ષે ૯૩૮ જણે જીવ ગુમાવ્યા હતા, જેમાં ૮૪૦ પુરુષ અને ૯૩ મહિલાનો સમાવેશ થાય છે, જે ચિંતાની બાબત છે. રેલવે સ્ટેશનના પરિસરમાંથી ટ્રેક ક્રોસિંગને રોકવા માટે સૌથી વધુ નવા બ્રિજ, એસ્કેલેટર, લિટ બેસાડવાનું કામકાજ કરવામાં આવે છે, જેથી લોકો પાટા ઓળંગે નહીં, પરંતુ તેનું પ્રમાણ વધી રહ્યું છે, તેથી લોકો અકસ્માતના ભોગ બને છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ સબર્બન રેલવેમાં વીતેલા પાંચ વર્ષની તુલના કરવામાં આવે તો ૨૦૧૭ના વર્ષમાં અકસ્માતમાં ૩,૦૧૪ લોકોના મૃત્યુ થયા હતા તથા ૩,૩૪૮ જણને ઈજા પહોંચી હતી, જ્યારે આ વર્ષે (૨૦૨૨માં) જાન્યુઆરીથી ઑક્ટોબર મહિના સુધીમાં ૨,૦૭૮ પ્રવાસીના મોત થયા હતા, જ્યારે ૧,૬૮૯ જણને ઈજા પહોંચી હતી. છ વર્ષમાં અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજુ પણ તેનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ કરવામાં આવ્યા છે. વીતેલા છ વર્ષ દરમિયાન (૨૦૧૭થી ૨૦૨૨ ઑક્ટોબર મહિના સુધી) રેલવેના વિવિધ પ્રકારના ૨૭૧૯૦ જેટલા અકસ્માતના કેસ નોંધાયા હતા. રેલવે સ્ટેશનના પરિસરમાં ટ્રેક ક્રોસિંગ, ટ્રેનમાંથી પડવા, ટ્રેનમાંથી ચઢવા તથા કુદરતી મૃત્યુ સહિત અન્ય કિસ્સામાં સૌથી વધુ પ્રવાસીઓ અકસ્માતના ભોગ બનતા હોય છે, જેમાં છ વર્ષ દરમિયાન કુલ ૨૭૧૯૦ જેટલા અકસ્માત નોંધાયા હતા. વિવિધ પ્રકારના અકસ્માતમાં છ વર્ષ દરમિયાન ૧૩,૬૨૬ જેટલા પ્રવાસીના મોત થયા હતા, જ્યારે તેની સામે અકસ્માતમાં ૧૩,૫૬૪ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. દુનિયામાં મુંબઈ સબર્બન રેલવે સૌથી વ્યસ્ત નેટવર્ક માનવામાં આવી રહ્યું છે, જ્યારે સૌથી મોટું પણ નેટવર્ક ધરાવે છે. મય અને પશ્ર્ચિમ રેલવેના સૌથી મોટા કોરિડોર હોવા છતાં સરેરાશ સબર્બન સેક્શનમાં કોરોના મહામારી પૂર્વે રોજના લોકલ ટ્રેનમાં ૮૫થી ૯૦ લાખ લોકો મુસાફરી કરતા હતા, જ્યારે નોન-સબર્બન સેક્શનમાં ૪૫ લાખથી વધુ લોકો મુસાફરી કરે છે, પરંતુ વધતા નેટવર્કની વચ્ચે પણ અકસ્માતોનું પ્રમાણ વધે છે, જે ચિંતાજનક બાબત છે. દસ વર્ષ પૂર્વેની તુલનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજમાં વધારો થવાને કારણે એકંદરે અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે, જે સારી બાબત છે, એમ મય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.