રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ઝાલોદ ખાતે પ્રવેશ કરશે

દાહોદ,રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આગમનમાં આગામી તારીખ 07મી માર્ચના રોજ દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે પ્રવેશ કરશે તે માટે આજરોજ દાહોદ શહેરમાં દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકની ઉપસ્થિતીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં જેમાં ભાજપાની સરકાર દરમ્યાન સરકારી કૌંભાંડથી લઈ બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ વિગેરે મુદ્દાઓને લઈ ભાજપા સરકારી પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતાં અને આગામી 07મી માર્ચના રોજ જ્યારે રાહુલ ગાંધી ઝાલોદ પધારે ત્યારે જાહેર જનતાએ તેઓનું સ્વાગત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

દાહોદ શહેર ઈન્દૌર હાઈવે રોડ પર પ્રસંગ પાર્ટી પ્લોટ-2 ખાતે આજરોજ દાહોદ જીલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક રાહુલ ગાંધી દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે આગામી તારીખ 07મી માર્ચના રોજ પધારનારા હોય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને દાહોદ જીલ્લાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપાની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેઓના જણાવ્યાં અનુસાર, 2014માં ભાજપા સરકારે છળકપટથી સરકાર બનાવી હતી. ભાજપના સરકારમાં સરકારી કૌંભાંડોનો રાફડો ફાટી રહ્યો છે. બેરોજગારી વધી રહી છે. શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે. દાહોદના સાંસદ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, દાહોદના સાંસદે માત્ર પોતાનો વિકાસ કર્યો છે, પોતાનું ઘર ભર્યુ છે. કોઈ પ્રકારના વિકાસના કામો કર્યા છે. આદિવાસી પ્રજાને છેતરવામાં આવી છે. આ વખતે દાહોદના સાંસદને ઘરે બેસાડી દેવાના છે. ભાજપા સરકાર જુઠ્ઠુ બોલવામાં માહેર છે. દેશના લોકો ભાજપાની સરકારથી કંટાળી ગયાં છે. દેશ આવી તમામ સમસ્યાઓથી ઝઝુમી રહ્યાં છે ત્યારે આવી સમસ્યાથી દેશવાસીઓને દુર કરવા તેમજ દેશવાસીઓના પ્રશ્ર્નોના નિરાકરણ આવી શકે તે માટે અને દેશના વિકાસ માટે રાહુલ ગાંધીએ ક્ધયાકુમારીથી પદયાત્રાની શરૂઆત કરી છે. પદયાત્રામાં તમામ નાનાથી લઈ મોટા લોકો પદયાત્રામાં રાહુલ ગાંધીને મળતાં આવ્યાં છે. તમામની સમસ્યાઓને સાંભળી રહ્યાં છે. આ પદયાત્રામાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકારે સિક્યુરીટી આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમ છતાંય રાહુલ ગાંધીએ કાશ્મીરમાં પદયાત્રા કરી છે.જમ્મુ કાશ્મીરના તમામ લોકોને રાહુલ ગાંધી પદયાત્રામાં મળ્યાં છે. દાહોદ જીલ્લામાં આદિવાસીના હક્કો માટે રાહુલ ગાંધી દાહોદ જીલ્લામાં આવી રહ્યાં છે. ઝાલોદમાં અને દાહોદમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવે ત્યારે સૌ લોકો અને આદિવાસી સમાજના લોકોએ તિર, કામઠા અને પોતાના પરંપરાગત વેશભુષા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરે તેવી કોંગ્રેસના આગેવાનો દ્વારા જાહેર જનતાને કરવામાં આવી હતી.

કોંગ્રેસની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક, પુર્વ વિપક્ષ નેતા સુક્રમ રાઠવા, અમીત ચાવડા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, ઉષાબેન નાયડુ, જગદીશભાઈ ઠાકોર, રોહત ગુપ્તા, શૈલેષ પરમાર, હરપાલસિંહ ચુડાસમા, વિમલ શાહ, રાજેન્દ્ર પટેલ, હિંમ્મતસિંહ પટેલ, પ્રભાબેન તાવીયાડ, વજુભાઈ પણદા, કિરીટ પટેલ, ચંન્દ્રિકાબેન બારીયા, હર્ષદ નિનામા વિગેરે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.