રાહુલ ગાંધીની વિરૂધ્ધ રવનીત બિટ્ટુના નિવેદન પર રાષ્ટ્રીય હંગામો, કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા,દિલ્હી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને કસ્ટડીમાં લીધા

દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વિરુદ્ધ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. રવનીત સિંહ બિટ્ટુએ તાજેતરમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી ગણાવ્યા હતા. જેને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ દિલ્હીમાં રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને રવનીત બિટ્ટુ વિરુદ્ધ નારા લગાવ્યા હતાં આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.

જેમાં ભારતીય યુવા કોંગ્રેસના સભ્યો વિરોધ કરી રહૃાા છે, જ્યાં આગચંપી પણ કરવામાં આવી હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ આ અંગે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહૃાું, “અમે રાહુલ ગાંધીના માર્ગે ચાલીને બંધારણની રક્ષા માટે લડી રહૃાા છીએ. અમે ભાજપથી ડરતા નથી. કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભો છે.” તે જ સમયે, કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે તમામ રાજ્ય એકમોને રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કરવા સૂચના આપી છે.

આંધ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વાયએસ શર્મિલાએ કહૃાું કે, “આજે આંધ્ર પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું. શું ભાજપ આજે રાહુલ ગાંધીથી ડરતી નથી? કારણ કે તેઓ ખુલાસો કરી રહૃાા છે. બીજેપી પાર્ટી આપણા દેશમાં જ નહી પરંતુ આ દેશનો અસલી આતંકવાદી કોણ છે? ભારતના લોકોના દય.”

વાસ્તવમાં રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ત્યાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રેક્ષકોમાંથી એક શીખ સભ્યને તેનું નામ પૂછતાં રાહુલ ગાંધીએ કહૃાું હતું કે ભારતમાં લડાઈ એ વાતને લઈને છે કે શું શીખ તરીકે તેમને પાઘડી પહેરવાની છૂટ આપવામાં આવશે કે નહીં. ભારતમાં કાડા પહેરવાની છૂટ છે કે નહીં, શીખ તરીકે તેને ગુરુદ્વારા જવાની છૂટ છે કે નહીં. આ અંગે હોબાળો થયો હતો. ભાજપે વિરોધ કર્યો હતો. આ પછી બયાનબાજી ચાલી રહી હતી. આ પછી રવનીત બિટ્ટુએ નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી ભારતીય નથી. તે ભારતને પ્રેમ પણ નથી કરતો. રાહુલે પહેલા મુસલમાનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેમ ન થયું ત્યારે હવે તે શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહૃાા છે. રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે. જે પણ તેમને પકડે છે તેને ઈનામ મળવું જોઈએ કારણ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે. દેશની એજન્સીઓએ તેમના પર નજર રાખવી જોઈએ.