હોશિયારપુર,
પંજાબમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ૨ વખત ચૂક થઈ છે. હોશિયારપુરમાં એક યુવક દોડીને આવ્યો અને બળજબરીથી રાહુલ ગાંધીને ગળે મળ્યો હતો. ત્યારબાદ એક શંકાસ્પદ યુવક રાહુલની ખુબ જ નજીક પહોંચી ગયો હતો.
ભારત જોડા યાત્રામાં રાહુલ ગાંધીની સુરત્રા બાબતે સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કેટલીક જગ્યાએ રાહુલ ગાંધીને યાત્રામાં પગપાળા ન ચાલવાની સલાહ આપવામાં આવી છે. રાહુલે કાશ્મીરમાં પગપાળા ચાલવાને બદલે કારમાં યાત્રા કરવી જોઈએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડાયાત્રા ૧૯ જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના લખનપુરમાં એન્ટ્રી કરશે.
યુવક જ્યારે રાહુલને ગળે મળ્યો ત્યારે પંજાબ કોંગ્રેસના ચીફ રાજા વડિંગની મદદથી રાહુલ ગાંધીએ તે યુવકને ધક્કો મારીને દુર હટાવ્યો હતો. ત્યારબાદ બસ્સી ગામમાં ટી-બ્રેક પર જતા સમયે રાહુલ ગાંધીની થ્રી લેયર સુરક્ષા ઘેરાવમાં માથા પર કેસરી કપડું વીંટાળેલ એક યુવક આવી ચઢ્યો હતો. તે યુવક રાહુલ ગાંધીની ખુબ જ નજીક પહોંચી ગયો હતો, પરંતુ સુરક્ષા જવાનોએ તે યુવકને પકડીને એક બાજુએ ધકેલી દીધો હતો અને પોતાની સાથે લઈ ગયા હતા. આ બંને ઘટના ૩૫ મિનીટની અંદર બની હતી.