કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ મુંબઈના વીપી રોડ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ એક વકીલે ૧ જુલાઈએ સંસદમાં આપેલા નિવેદનને લઈને દાખલ કરી છે. અખંડ હિન્દુ રાષ્ટ્ર સમિતિના વકીલ કુશન સોલંકીએ આપેલી ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઇઆર નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવે.
રાહુલ ગાંધીએ ૧ જુલાઈના રોજ સંસદમાં તેમના ભાષણમાં હિન્દુઓ વિશે ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. વાસ્તવમાં રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં ભારે હોબાળો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનની નિંદા કરી હતી.
રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસા સાથે જોડતી કેટલીક ટીપ્પણીઓ કરી જેનાથી સંસદમાં હોબાળો થયો. જો કે બાદમાં રાહુલ ગાંધીના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. રાહુલના નિવેદન પર થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સીટ પરથી ઉભા થયા અને કહ્યું કે સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે.