રાહુલ ગાંધી સંભાળશે પૂર્વોત્તરની કમાન: ભારત જોડો યાત્રા બાદ વાયનાડ સાંસદની પ્રથમ જનસભા

નવી દિલ્હી,

૧૩૬ દિવસ લાંબી ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે નવા પગલા ભરી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોમાં ચૂંટણીની કમાન સંભાળવા માટેના પ્રવાસ બાદ આજે તેમનો પ્રથમ પ્રવાસ છે. આજે રાહુલ ગાંધી મેઘાલયમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જો કે ત્રિપુરાની ચૂંટણીમાં તેઓ સંપૂર્ણપણે ગેરહાજર રહ્યા હતા પરંતુ નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીમાં રાહુલ ગાંધી પોતાની હાજરી બતાવી રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની રેલી શિલોંગના મલ્કી ગ્રાઉન્ડમાં યોજાશે. ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધીની આ જાહેર હાજરી હશે.

આ અગાઉ વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ત્રિપુરામાં પાર્ટી માટેના પ્રચાર અભિયાનમાં ગાયબ હતા. ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. અત્યાર સુધી કોંગ્રેસના ટોચના નેતાઓ ત્રિપુરાના ૩ પૂર્વોત્તર રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ગેરહાજર રહ્યા છે. મેઘાલય અને નાગાલેન્ડમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નાગાલેન્ડમાં માત્ર એક જ ચૂંટણી રેલીને સંબોધિત કરી છે. જોકે, ખડગે ત્રિપુરામાં ચૂંટણી પ્રચારમાં ગેરહાજર રહ્યા હતા.

નાગાલેન્ડના ચુમૌકેદિમા ખાતે એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મંગળવારના રોજ મ્ત્નઁ પર અનેક પ્રહારો કરતા કહ્યું હતું કે પાર્ટી અને તેના સહયોગીઓએ રાજ્યને લૂંટ્યું છે. ખડગેએ કહ્યું હતું કે, ’છેલ્લા ૨૦ વર્ષથી, નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને ભાજપે નાગાલેન્ડને લૂંટ્યું છે. હવે સમય આવી ગયો છે કે લોકોને ન્યાય મળે અને એવી સરકાર હોય જે લોકો માટે કામ કરે.’

ખડગેએ કહ્યું હતું કે, ભાજપની રાજનીતિનો હેતુ નાગાઓની સ્વદેશી અને અનન્ય સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે. નાગાલેન્ડના લોકોએ નાગાલેન્ડની સંસ્કૃતિ પરના આ હુમલા અને ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ સામે ઉભા રહેવું જોઈએ.’ મેઘાલય અને નાગાલેન્ડ બંને રાજ્યોમાં ૨૭ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે જ્યારે ૨ માર્ચના રોજ મતગણતરી થવાની છે.