
- ’ફેક ન્યૂઝ પેડલર અમિત માલવિયા, અહીં રાહુલ ગાંધીના બૂટની તસવીર છે, જે લેસ વગરના છે!
નવીદિલ્હી,
કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલુ છે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર તેમની મુલાકાતને લઈને વિવાદમાં છે. બીજેપીના એક નેતાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેઓ મુલાકાત દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહને પાસે રાહુલ ગાંધીએ તેમના બૂટની લેસ બાંધવાકહ્યું હતું. આ અંગે સ્પષ્ટતા આપતા કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સિંહે પણ ભાજપને ચેતવણી આપી છે.
અમિત માલવિયાએ એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ એક ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પાસે તેમની બૂટની લેસ બાંધવા કહ્યું હતું.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભંવર જિતેન્દ્ર સિંહે ભાજપના આરોપોનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના નહીં પણ પોતાના બૂટની લેસ બાંધી રહ્યા છે.
કોંગ્રેસના નેતા જિતેન્દ્ર સિંહે ભાજપના દાવાને નકારવાની સાથે અમિત માલવિયા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. અમિત માલવિયાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ સાથે ચાલતા દેખાડવામાં આવ્યા હતા. ૨૦-સેકન્ડની ક્લિપમાં રાહુલ ગાંધી જિતેન્દ્ર સિંહને જમીન તરફ ઈશારો કરતા બતાવે છે, ત્યારબાદ તેઓ તેમના બૂટની લેસ બાંધવા માટે નીચે ઝૂકે છે.
અમિત માલવિયાના આરોપ બાદ કોંગ્રેસ નેતા જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે તેઓ રાહુલ ગાંધીના નહીં પણ પોતાના બૂટની લેસ બાંધી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, સત્ય એ છે કે મારી વિનંતી પર, રાહુલ જીએ રોકવાનો ઈશારો કર્યો જેથી કરીને હું મારા બૂટની લેસ જાતે બાંધી શકું. કોંગ્રેસ નેતાએ અમિત માલવિયાને ટ્વીટ ડિલીટ કરવા કહ્યું અને રાહુલ ગાંધીની માફી માંગીને કાનૂની કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી આપી.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે પણ આ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા છે. તેણે ટ્વીટ કર્યું- ’ફેક ન્યૂઝ પેડલર અમિત માલવિયા, અહીં રાહુલ ગાંધીના બૂટની તસવીર છે, જે લેસ વગરના છે! તમે ફરી એકવાર જૂઠું બોલતા પકડાઈ ગયા છો પરંતુ તમને બીજેપી અયક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદી દ્વારા રોજેરોજ જૂઠું બોલવાની સત્તા આપવામાં આવી છે.તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીની માફી માંગવી જોઈએ.