પાટણ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણમાં સભા ગજવી હતી તેઓએ પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કર્યો હતો જોકે રાહુલ ગાંધીની સભા પહેલા જ ક્ષત્રિયોએ સભા સ્થળે કાળા વાવટા ફરકાવ્યા હતાં રાહુલ ગાંધીએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી બદલ પાટણમાં ક્ષત્રિયો દ્વારા ભારે રોષ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા ૨૦થી વધારે આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
પાટણ ખાતે ચંદનજીના પ્રચારમાં આવેલ રાહુલ ગાંધીનો સભા પહેલા જ વિરોધ જોવા મળી રહ્યો છે. પાટણ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ કરાયો છે. રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ટીબી ત્રણ રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવ્યા હતા. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા ૨૦થી વધારે આગેવાનોની અટકાયત કરાઈ હતી
રાહુલ ગાંધી નિવેદન મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાજા મહારાજા વિશે વાતો કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાહુલ ગાંધી જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરે એ યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.રૂપાલા વિરુદ્ધ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે.
લોક્સભા ચૂંટણી પ્રચારમા નેતાઓ ભૂલી રહ્યા છે ભાન, જેમાં કર્ણાટકમા ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજવીઓ પર કટાક્ષ ભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રજવાડાના સમયમા મહારાજાઓ જો હુકમી કરતા અને જો રાજાઓ ને જમીન જોઈતી હોય તો તે પડાવી લેતા હતા, રાહુલ ગાંધીના આવા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીને લઈને ભાવનગરના યુવરાજ જયવિર રાજસિંહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને રાહુલ ગાંધી પર દયા આવે છે, જેના દાદીએ અને પિતાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું એ વ્યક્તિ આવું બોલે, અખંડ ભારતની રચના સમયે દેશના મહારાજાઓ એ રજવાડાંઓ સોંપી દીધા હતા, રાહુલગાંધીના દાદીએ જે તે સમયે રજવાડાઓ પાસેથી જમીનો છીનવી હતી એ ભૂલવુંનો જોઈએ. સાથે વેધક સવાલ પણ કર્યો હતો કે એક સમયે રજવાડાઓ સોંપવામાં પહેલી પહેલ ભાવનગરે કરી હતી એ ભાવનગર હજુ સુધી વિકાસમાં પાછળ કેમ છે?? તેમજ આવા રાજકીય પ્રચાર દરમ્યાન થતા શાબ્દિક પ્રહારોમા કોઈએ ભરમાવું નહીં એવી યુવરાજે અપીલ પણ કરી.