રાહુલ ગાંધીએ પોતાની કોર ટીમને ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ સોંપ્યું

હાલ ગુજરાત કોંગ્રેસ હજી પણ મૃતપાય અવસ્થામાં છે. લોક્સભાની ચૂંટણીમાં બનાસકાંઠાની એકમાત્ર સીટ જીતીને કોંગ્રેસ ફરી સજીવન થઈ તો છે, પણ એ પૂરતી નથી. કારણ કે, વિધાનસભા ચૂંટણીમાં નબળા પ્રદર્શનને કારણે તે વિપક્ષનું પણ સ્થાન મેળવી શકી નથી. ત્યારે હવે સમય આવી ગયો છે કે, કોંગ્રેસને ફરી જીવંત કરાય. ત્યારે કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. હવે રાહલુ ગાંધીના રણનીતિકાર ગુજરાત કોંગ્રેસને પુનજવિત કરશે. બનાસકાંઠાની પેટર્ન પર ગુજરાત કોંગ્રેસ ચૂંટણી લડશે.

દાયકા બાદ લોક્સભામાં ગુજરાત કોંગ્રેસનું ખાતુ એકમાત્ર ગેનીબેન ઠાકોરને કારણે ખીલ્યું છે. બનાસકાંઠાની એકમાત્ર જીત જીતીને પણ કોંગ્રેસે ભાજપનું ક્લીન સ્વીપ કરવાનું સપનુ રગદોળ્યું છે. ત્યારે બનાસકાંઠાની જીતથી રાહુલ ગાંધી અને હાઈકમાન્ડનું યાન ગુજરાત તરફ ખેંચાયું છે. તેથી હવે પાર્ટીએ ફરીથી ગુજરાત કોંગ્રેસને પુનજવિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે નવો રોડમેપ તૈયાર કરવા આદેશ આવ્યો છે. જેમાં બનાસકાંઠાની જીતની પેટર્ન પર ફોક્સ કરાશે.

બનાસકાંઠાની જીત ગુજરાત કોંગ્રેસ માટે ઉદાહરણરૂપ છે. કારણ કે, આ જીત સામ, દામ, દંડ ભેદથી નથી મળી. પરંતુ ગેનીબેનની મજબૂત ઈમેજને કારણે મળી છે. ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપનો રથ રોક્યો છે. તો બીજી તરફ, કેટલીક બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ જીતતા જીતતા હારી ગયું છે. અહી ભાજપ પાતળી માજનથી જીત્યું છે. આણંદ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો સિક્કો હજી પણ ચાલે છે તે પાતળી સરસાઈ બતાવે છે. તેથી આ બેઠકો પર કોંગ્રેસ વધુ ફોક્સ કરે તો આગામી ચૂંટણીમાં તખતો પલટાઈ શકે છે.

હવે જ્યારે ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનો આદેશ છ્ટ્યો છે, તો રાહુલ ગાંધીએ તેમના ચૂંટણી રણનીતિકાર અને કોર ટીમને કામ સોંપ્યું છે. આ મુજબ, આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીથી માંડીને વિધાનસભાની ચૂંટણીઓમાં આક્રમક્તા સાથે લડવા માટે રોપ મેપ તૈયાર કરવામા આવશે. મજબૂત સંગઠન બનાવવા શું શું કરી શકાય તેના પર ફોક્સ કરાશે. આમ, રાહુલ ગાંધી ગુજરાતમાં રસ દાખવીને નવા સૂચનો કરી રહ્યાં છે.