રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનની ઈચ્છા વ્યક્ત કરી,રેસ્ટોરન્ટમાં લસણિયા બટાટાનો સ્વાદ માણ્યો

અમદાવાદ,રાહુલ ગાંધી સુરતમાં માનહાનિના કેસમાં ચુકાદો માટે આવ્યા હતા. ત્યારે ચુકાદામાં દોષિત જાહેર થયા બાદ જામીન મેળવીને તેઓ સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે ગયા હતાં.અહીં તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી રાહુલ ગાંધીએ ત્યાંથી બપોરના ભોજન માટે તેમના માટે ફાઈવસ્ટાર મેરિયટ હોટલમાં કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજન જમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તાત્કાલિક પ્લાન બદલવામાં આવ્યો હતો. થોડીવાર માટે સુરક્ષા અધિકારીઓ સાથે દલીલો થઈ હતી, પરંતુ આખરે રાહુલની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે લસણિયા બટાટા સહિતના ભોજનનો સ્વાદ માણ્યો હતો.

આખરે રાહુલ ગાંધીને જમવા માટે સાસુમા હોટલમાં લાવવામાં આવ્યા હતા.અહીં તેમણે બે પ્રકારની સ્વીટ,રબડી ખાધી,- મગની દાળનો હલવો ખાધો,- પંજાબી સમોસાં,પાલકનું શાક,રોટલી, લસણિયા બટાટા થોડું,બે ગ્લાસ છાશ પીધી પીધી હતી

રાહુલ ગાંધી સાથે હોટલના માલિકે પોતાની ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, મારી સાથે ફોટો ના પડાવો. આ લોકો મને છોડતા નથી. તો તમને પણ કેવી રીતે છોડશે. મને તમારી સાથે ફોટો પડાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ તમને અહીં તકલીફ થશે.

વર્ષ ૨૦૧૯ની લોક્સભાની ચૂંટણીના પ્રચાર વખતે કર્ણાટકના કોલારની સભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ચોરની સરનેમ મોદી હોય છે. દરેક ચોરની સરનેમ(અટક) મોદી કેમ હોય છે? ભલે એ લલિત મોદી હોય કે નીરવ મોદી કે પછી નરેન્દ્ર મોદી. આ કેસની સુનાવણી દરમિયાન ત્રણ વાર રાહુલ ગાંધી સુરત આવ્યા હતાં છેલ્લે ઓક્ટોબર ૨૦૨૧માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. જોકે આજે રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવીને ૨ વર્ષની સજા કરી હતી. બાદમાં તેમને જામીન પર જવા દેવાયા હતા.