હાથરસ ગેંગરેપઃ પીડિતાની મોત ઉપર રાહુલ બોલ્યા જંગલરાજે વધુ એક યુવતીને મારી નાંખી

ઉત્તરપ્રદેશના હાથરસમાં દબંગોની દરિંદગીની શિકાર યુવતીએ 15 દિવસ સુધી જીંદગી સામે યુદ્ધ લડ્યા બાદ હારી ગઈ હતી. હાથરસની રેપ પીડિતાને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમયાન તેણીનું મોત નીપજ્યું છે. યુપી સરકારે પીડિતાના પરિવારજનોને રૂપિયા 10 લાખની સહાયતા દેવાની જાહેરાત કરી છે. હાથરસની પુત્રીના મોતને લઈને કોંગ્રેસ આક્રમણ થઈ છે. મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હીમાં પ્રદર્શન કર્યું તો યુપીના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાધીએ પીડિતા પરિવારજનો સાથે વાત કરી હતી. કોંગ્રેસ નેતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને યુપીની યોગી સરકાર ઉપર હૂમલો કર્યો છે.

https://twitter.com/RahulGandhi/status/1310888581552984064?s=20

રાહુલ ગાંધીએ લગાવ્યા આ આરોપો

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, યુપીના વર્ગ વિશેષ જંગલરાજે વધુ એક યુવતીને મારી નાંખી, તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, સરકારે કહ્યું કે આ ખોટા સમાચાર છે. અને પીડિતાને મરવા ઉપર છોડી દીધી. રાહુલ ગાંધીએ તેના માટે યુપી સરકારની આલોચના કરતા લખ્યું છે કે, ન તો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ખોટી હતી, ન તો પીડિતાની મોત અને ન સરકારની બેરહમી. ઉલ્લેખનીય છે કે, રાહુલ પહેલા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને કાયદો વ્યવસ્થાને લઈને યુપી સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ ટ્વિટમાં કહ્યું હતું કે, યુપીમાં કાયદો વ્યવસ્થા બગડી ચુકી છે. તેણે મહિલાઓની સુરક્ષા માટે સીએમ યોગીની જવાબદારી બતાવતા દોષિતોને કડક સુરક્ષા દેવાની માગ કરી હતી.