કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રેડ્ડીએ કહ્યું, ’રાહુલ ગાંધી અને કોંગ્રેસ ડિપ્રેશનમાં છે. તેણે સંપૂર્ણ જૂઠું બોલ્યું છે. આપણે રાહુલ ગાંધી પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ કારણ કે છેલ્લા ૨૦ વર્ષથી તેઓ વડાપ્રધાન બનવા માંગતા હતા, પરંતુ જનતાએ તેમને વડાપ્રધાન બનવાની તક આપી ન હતી. તેથી તેમણે આજે સંસદમાં જે ભાષણ આપ્યું તે હિંદુઓ વિરુદ્ધ હતું. તેમણે કહ્યું કે હિંદુઓ હિંસક છે. દેશની જનતાએ આ વાત સમજવી જોઈએ. જ્યાં સુધી દેશમાં હિન્દુઓ છે ત્યાં સુધી દેશમાં હિંસા નહીં થાય.
આજે લોક્સભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ વિશે એક મોટી વાત કહી, જેના કારણે હોબાળો થયો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભગવાન રામની જન્મભૂમિ અયોયાએ ભાજપને સંદેશો આપ્યો છે. અયોધ્યા માં ભયનું વાતાવરણ સર્જાયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પોતાને હિંદુ કહેનારા આ લોકો હિંદુ નથી, ભાજપે અયોધ્યા ના લોકોના મનમાં ડર જગાડ્યો છે, હિંદુઓ ભય ફેલાવી શક્તા નથી. આ પછી તેમણે ભગવાન શિવની તસવીર લહેરાવી અને એમ પણ કહ્યું કે ભાજપ ભય ફેલાવી રહી છે.
આ કહ્યા બાદ પીએમ મોદીએ રાહુલ ગાંધીને અટકાવ્યા અને કહ્યું કે તમે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહ્યા છે. જે બાદ અમિત શાહે પણ તીખી ટિપ્પણી કરી અને કહ્યું કે રાહુલ ગાંધીએ આખા દેશની માફી માંગવી જોઈએ.
અવધેશ પાસી (અયોયાથી જીતેલા સાંસદ) તરફ ઈશારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંદેશાઓ તમારી સામે બેઠા છે. અયોધ્યામાં એરપોર્ટ બન્યું, જમીન છીનવાઈ ગઈ અને વળતર આજ સુધી મળ્યું નથી. અહીંના તમામ નાના દુકાનદારો અને નાની ઇમારતો તોડી પાડવામાં આવી હતી અને તે લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા હતા. અયોયાના ઉદ્ઘાટન સમયે અયોયાના લોકો ખૂબ જ દુ:ખી થયા. અંબાણીજી ત્યાં હતા, અદાણીજી હતા, પણ અયોયામાંથી કોઈ નહોતું.