
દાહોદ, કર્ણાટકની રેલીમાં રાહુલ ગાંધી દ્રારા ચૂંટણી સભામાં ભાષણ આપવામાં આવ્યું હતું. સબ મોદી ચોર ક્યુ હોતે હે તેને લઈને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો દાવો નોંધાવો હતો અને તે કેસ સુરતની નીચલી કોર્ટમાં ચાલી જતા સુરતની કોર્ટે બે વર્ષની સજા રાહુલ ગાંધીને ફરમાવતા દેશમાં ચકચાર મચી જવા પામી હતી અને તેને લઈને તેની સજા રદ કરવા માટે ગુજરાતની હાઈકોર્ટમાં સજા માફી મામલે અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાહુલ ગાંધીની અરજીની સુનાવણી ન કરી અને તેની સજા માફિની અરજી ફગાવી દેતા જે બાદ રાહુલ ગાંધીના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં તેની સજા અંગેની અરજીને પડકારતા સુપ્રીમ કોર્ટે આજરોજ તા.4-8-2023 ના રોજ રાહુલ ગાંધીના ફેવરમાં ફેંસલો આપી રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફરમાવવામાં આવી છે, તેના ઉપર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવ્યો છે. તેને લઈને દાહોદ કોંગ્રેસમાં રાહુલ ગાંધીની સજા ઉપર સુપ્રીમ કોર્ટ દ્રારા સ્ટે મુકતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી સૂત્રોચાર કરી અને રાહુલ ગાંધીની સજા ઉપર સ્ટે મૂકવાને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોએ નગરપાલિકા ચોક ખાતે ભેગા થઈ ફટાકડા ફોડી સુપ્રીમ કોર્ટના રાહુલ ગાંધીના સજા ઉપર મૂકવામાં આવેલા સ્ટેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશી જોવા મળી હતી.