હાથરસ જઈ રહેલા રાહુલ-પ્રિયંકાની અટકાયત, યુપી પોલીસ જીપમાં બેસાડીને લઇ ગઈ

હાથરસ ગેંગરેપ પીડિતને ન્યાય અપાવવા માટે દેશભરમાં અવાજો ઉભા થઈ રહ્યા છે. 1 ઓક્ટોબર, ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીથી હાથરસ જવા રવાના થયા હતા. બંને નેતાઓનું કહેવું છે કે તેઓ પીડિત પરિવારને મળશે. જો કે, એક્સપ્રેસ વે નજીક રાહુલ-પ્રિયંકાની ફૂટ માર્ચ રોકી દેવામાં આવી છે અને બંને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

દિલ્હીથી કેટલાક અંતરે, જ્યારે બંને નેતાઓનો કાફલો ગ્રેટર નોઈડાની નજીક પહોંચ્યો હતો, ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. જે બાદ રાહુલ અને પ્રિયંકા પગપાળા હજારો કાર્યકરો સાથે હાથરસ જવા રવાના થયા હતા. પોલીસે બંને નેતાઓને અહીં કસ્ટડીમાં લીધા છે, આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો યુપી પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા હાથરસની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને કલમ 144 લગાવી દેવામાં આવી છે.