કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને લોક્સભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સવાલ ઉઠાવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ચિરાગ પાસવાને કહ્યું કે રાહુલ ગાંધીના કેટલાક શબ્દો તથ્યો પર આધારિત નથી. ચિરાગ પાસવાને કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન માટે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો. તેણે લોકોની ધામક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધીએ કાગળોની નીચે ભગવાન મહાદેવની તસવીર લગાવી હતી. આ સહન કરી શકાય નહીં. ચિરાગ પાસવાને કહ્યું કે આ કોંગ્રેસની વિચારસરણી છે. ડીએમકે ‘સનાતન’ને રોગ માને છે. કોંગ્રેસ પણ આ વિચારથી પ્રભાવિત છે.
વાસ્તવમાં લોક્સભામાં રાહુલ ગાંધીના ભાષણ બાદ રાજકીય હોબાળો થયો હતો. તેમના ભાષણના ભાગો સંસદના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. આ ભાગોમાં હિન્દુઓ અને પીએમ નરેન્દ્ર મોદી-ભાજપ-આરએસએસ પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાને કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસ્વીર લહેરાવી અને કાગળની નીચે ટેબલ પર રાખી છે તે સહન કરી શકાય તેમ નથી. તેઓ જે ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે તેમાં આવી વિચારસરણી પ્રવર્તે છે. ડીએમકે ‘સનાતન’ને રોગ કહે છે અને કોંગ્રેસ એ જ વિચારથી પ્રભાવિત છે. ચિરાગના આ નિવેદન વચ્ચે તેના પિતા રામવિલાસ પાસવાનનું ૨૫ વર્ષ જૂનું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. આ વીડિયોમાં રામવિલાસ પાસવાનને હિંદુત્વ બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે કયાંય હિંદુ ર્ધમ એમ અલગથી કહેવાતું નથી. લોકો હિંદુધર્મ-હિંદુધર્મ કરવા લાગ્યા છે પણ રામાયણ, ગીતા કે ઉપનિષદમાં કયાંય હિંદુ ધર્મનો અલગથી ઉલ્લેખ નથી થતો.