રાહુલ દ્વવિડના સ્થાને ક્રિકેટ હેડ કોચની રેસમાં ૬ ધાકડ ખેલાડીઓ સામેલ

મુંબઇ, ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવા મુખ્ય કોચ મળી શકે છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ICC એ ૧૩ મેના રોજ સિનિયર મેન્સ ટીમના મુખ્ય કોચના પદ માટે જાહેરાત બહાર પાડી હતી. આ પદની રેસમાં રાહુલ દ્રવિડને રિપ્લેસ કરવા માટે ૬ લોકો રેસમાં છે.

વાસ્તવમાં રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પછી સમાપ્ત થવા જઈ રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ દ્રવિડ આ પોસ્ટ માટે ફરીથી અરજી નહીં કરે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી અને હાલમાં સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગ હવે આ પદ માટે ફેવરિટ તરીકે જોવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે એક બીસીસીઆઈ આ જવાબદારી ફ્લેમિંગને આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર આઇપીએલ ૨૦૨૪ દરમિયાન ફ્લેમિંગ સાથે આ અંગે અનૌપચારિક ચર્ચા થઈ છે. હાલમાં ફ્લેમિંગ આ અંગે સીએસકે મેનેજમેન્ટ સાથે વાત કરી નથી.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડી ફ્લાવરને કોચિંગનો ઘણો અનુભવ છે. ૨૦૦૭માં તે ઈંગ્લેન્ડનો આસિસ્ટન્ટ કોચ બન્યા હતા, ત્યારબાદ તેને ટીમ ડાયરેક્ટરની જવાબદારી મળી. તેણે આઇપીએલ સહિત વિશ્વની ઘણી લીગમાં કોચિંગ આપ્યું છે. ભારતીય ટીમના આગામી મુખ્ય કોચની રેસમાં તેના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ગૌતમ ગંભીરનું નામ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. ગંભીર પાસે કોચિંગનો બહુ ઓછો અનુભવ છે પરંતુ તે ઘણો સફળ રહ્યો છે. તે ત્રણ વર્ષથી આઇપીએલમાં મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે અને દરેક વખતે તેની ટીમ પ્લેઓફમાં પહોંચી છે. ગંભીરનું નામ હજુ ચર્ચામાં નથી પરંતુ જો તે અરજી કરે છે તો તે મુખ્ય કોચ બની શકે છે.

જો વીવીએસ લક્ષ્મણ આ પદ માટે અરજી કરે છે, તો લક્ષ્મણ મજબૂત દાવેદાર હશે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી એનસીએ ચીફ છે અને જ્યારે દ્રવિડ રજા પર હતો સિનિયર ટીમના કોચિંગની જવાબદારી તેમના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે એશિયન ગેમ્સ, દ્વિપક્ષીય ટી ૨૦ રમી હતી.

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે મુખ્ય કોચ પદ માટે અરજી કરી દીધી છે. સેહવાગની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી વિસ્ફોટક બેટ્સમેન તરીકે થાય છે. હવે તે કોમેન્ટ્રી કરે છે અને તેના કારણે તે ટીમ પર પણ નજર રાખે છે. સેહવાગ પણ મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે.ભારતીય ક્રિકેટ ચાહકો રિકી પોન્ટિંગને તેમના સૌથી મોટા દુશ્મન માને છે. ૨૦૦૩ વર્લ્ડ કપની ફાઇનલમાં સદી ફટકારીને તેણે ભારતની હારનો પાયો નાખ્યો હતો. પરંતુ પોન્ટિંગને ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. ઘણી વખત કોમેન્ટ્રીમાં તે અગાઉથી કહી દે છે કે મેદાન પર શું થવાનું છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇ ત્રણેય ફોર્મેટ માટે એક જ કોચ ઈચ્છે છે. જેના કારણે કોચને લગભગ ૧૦ મહિના સુધી ટીમ સાથે રહેવું પડશે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનશે?