રાહુલ દ્રવિડની એન્ટ્રી, રાજસ્થાન રોયલ્સનો મુખ્ય કોચ બનશે

રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા છોડીને આઈપીએલમાં એન્ટ્રી કરી છે. રાજસ્થાન રોયલ્સે તેમને તેમનો નવો મુખ્ય કોચ બનાવ્યો છે. તેમનો કાર્યકાળ જૂનમાં ભારતીય ટીમના ટી ૨૦ વર્લ્ડ કપ જીતવાની સાથે સમાપ્ત થયો હતો. તેમના કોચિંગ હેઠળ ટીમને મળેલી આ મોટી સફળતા બાદ હવે રાજસ્થાને તેમને મુખ્ય કોચ બનાવ્યા છે. આ પહેલા આ કમાન શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાના હાથમાં હતી. સંગાકારા ૨૦૨૧ માં ક્રિકેટના ડિરેક્ટર તરીકે આ ફ્રેન્ચાઇઝીમાં જોડાયો હતો. જો કે, તે મુખ્ય કોચ નહીં હોય પરંતુ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રહેશે. સંગાકારા કેરેબિયન પ્રીમિયર લીગ અને જીછ ૨૦ લીગમાં ફ્રેન્ચાઇઝીનું કામ સંભાળશે.

રાહુલ દ્રવિડે તાજેતરમાં રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી સાથે આ ડીલ સાઈન કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, તેણે ફ્રેન્ચાઈઝી સાથે જોડાતાની સાથે જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. મેગા ઓક્શન પહેલા ટીમના નવા કોચે ખેલાડીઓને જાળવી રાખવા અંગે ચર્ચા કરી હતી.

રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સ ભૂતપૂર્વ ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડને સહાયક કોચ તરીકે સાઈન કરી શકે છે. તમને જણાવી દઈએ કે તે ભારતીય ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફનો એક ભાગ હતો. ત્યારબાદ ૨૦૧૯માં બીસીસીઆઇએ તેમને બેટિંગ કોચ બનાવ્યા. તેણે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ સુધી આ જવાબદારી નિભાવી.

રાહુલ દ્રવિડનો રાજસ્થાન રોયલ્સ સાથે લાંબો સંબંધ છે. તે ૨૦૧૨ અને ૨૦૧૩ની સિઝનમાં ટીમનો કેપ્ટન હતો. ૨૦૧૪ અને ૨૦૧૫ સીઝનમાં, તેણે ટીમ ડિરેક્ટર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં તેની પાસે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. તે તેના અંડર-૧૯ દિવસથી દ્રવિડની દેખરેખમાં છે. ૨૦૧૯માં તેને દ્ગઝ્રછમાં મોકલવામાં આવ્યો, ત્યારબાદ ૨૦૨૧માં તેને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો.

આઇપીએલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ટ્રોફી જીતી હતી. ત્યાર બાદ ટીમ એક વખત પણ આ ખિતાબ જીતી શકી નથી. ટીમ ૨૦૨૨માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લી સિઝનમાં તેને ક્વોલિફાયર ૨માં હાર્યા બાદ બહાર થવું પડ્યું હતું. હવે દ્રવિડના આગમન બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ ઈન્ડિયાની જેમ ટ્રોફી જીતવાની આશા રાખશે.