બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતીએ હાલમાં જ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના ૧૦ મહિના પછી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા સર્જાઇ કે કેમ. જોકે ગતવર્ષે ૨૪ સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા.
પરિણીતીએ વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું હતુ કે આ મહિને મેં જીવન પર વિચાર કરવા માટે થોડો સમય થોભાવ્યો અને તેનાથી મારો વિશ્ર્વાસ પુન:સ્થાપિત થયો. માઇન્ડસેટ એ બધું છે બિનમહત્વની વસ્તુઓ કે લોકોને મહત્વ ન આપો. એક સેકન્ડ પણ બગાડો નહીં. જીવન એક ધબક્તી ઘડિયાળ છે. દરેક ક્ષણ તમારી પસંદગીની હોવી જોઈએ. કૃપા કરીને બીજા માટે જીવવાનું બંધ કરો.
તેમણે લખ્યુ હતુ કે તમારી જનજાતિ શોધો અને તમારા જીવનમાંથી ઝેરી લોકોને દૂર કરવામાં ડરશો નહીં. દુનિયા શું વિચારે છે તેની કાળજી લેવાનું બંધ કરો. પરિસ્થિતિઓમાં તમે જે રીતે પ્રતિક્રિયા આપો છો તે બદલો. જીવન સીમિત છે. આ હવે થઈ રહ્યું છે. તમે તેને જીવવા માંગો છો તે રીતે જીવો. પરિણીતીના લગ્નના માત્ર ૧૦ મહિના પછી આ પોસ્ટ જોઈને તેના ફેન્સ નારાજ છે. ઘણા યુઝર્સ આ પોસ્ટ કરવાનું કારણ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતુ કે શું આ પોસ્ટ કોઈ માટે છે?, બીજાએ લખ્યું ખૂબ સરસ કહ્યું.એવું લાગે છે કે આપણે બધાએ સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આપણે આવા લોકો પર એક ક્ષણ પણ બગાડવી જોઈએ નહીં. અન્ય એક યુઝરે કહ્યું કે આશા રાખું છું કે તમે સારા હશો. અમે હંમેશા તમારા માટે છીએ. અને અન્ય એક ચાહકે લગ્ન પછી તમે ચિંતિત છો? તેમ પણ પૂછ્યુ હતુ.