બનાસકાંઠાના શિહોરી-રાધનપુર હાઈવે પરના ટોલ નાકાના કર્મચારીઓને પગાર કરવામાં આવ્યા નથી. ટોલ પ્લાઝાના કર્મચારીઓને બે માસથી પગાર નહીં કરવાને લઈ મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે. જેને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ટોલ પ્લાઝાના મેનેજરને ખખડાવી નાંખ્યા હતા.
ટોલ પ્લાઝાના મેનેજરને માત્ર બે દિવસમાંથી જ પગાર કરવા માટેનો સમય આપીને ધારાસભ્ય ખખડાવતા નજર આવ્યા હતા. સ્થાનિક લોકો અહીં ટોલ પ્લાઝા પર કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેઓનો મર્યાદીત પગાર હોવાને લઈ ઘર ચલાવવામાં મુશ્કેલી નડી રહી છે. તો બીજી તરફ બે માસથી પગાર નહીં થવાને લઈ કર્મચારીઓની હાલત કફોડી થઈ ચૂકી છે.