રાધનપુર, રાજ્યમાં અનેક વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્ર્નોને કારણે ધારાસભ્યો પ્રજાજનોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. આવી જ એક ઘટના પાટણ જિલ્લાના રાધનપુરથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાધનપુરના ભાજપના ધારાસભ્ય વિસ્તારના એક ગામમાં સભામાં ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યાં બાદ ગ્રામજનોએ ચાલુ સભામાં પાણીનો પ્રશ્ર્ન ઉઠાવતાં મામલો ગરમાયો હતો. જોકે સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાયરન વગાડતા વગાડતા ત્યાંથી નીકળી ગયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને આજે પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું છે. વિગતો મુજબ રાધનપુર વિધાનસભામાં આવતા બાદરગંજ ગામમાં એક સભાનું આયોજન કરાયું હતું. ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ આ સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ પાણીનો મુદ્દો ઉઠાવતા માહોલ ગરમાયો હતો.
પાટણમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પ્રજાના રોષનો ભોગ બન્યા છે. વિગતો મુજબ સભામાં બાદરગંજના લોકોએ પીવાના પાણીની માગ સાથે હોબાળો કર્યો હતો. આ તરફ સ્થાનિકોએ પાણીની માગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી. આ સાથે નેતાઓનું મંચ પર ભાષણ અટકાવી યુવાનોએ પાણીની માગ કરતા સભા વિખેરાઈ ગઈ હતી.
આ તરફ હાથમાં માઈક પકડી ધારાસભ્ય લવિંગજી પણ બોલતા રહ્યા કે શાંતિ રાખો. ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈ હોબાળો મચાવતા નેતાઓએ સભા સ્થળેથી ભાગવું પડ્યું હતું. વિગતો મુજબ પ્રજાના રોષનો ભોગ બનેલ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાયરન વગાડતા-વગાડતા નીકળી ગયા હતા. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.