રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ બ્રિજ ભૂષણ વિરુદ્ધ પુરાવા આપ્યા, ચાર્જશીટમાં ફોટો રજૂ કર્યા ફોટો

નવીદિલ્હી, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ જાતીય સતામણીના કેસમાં ફસાયા છે. દિલ્હી પોલીસે છ કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઘણા નવા ખુલાસા સામે આવ્યા છે જેના કારણે બ્રિજ ભૂષણ સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચાર્જશીટમાં બે ફોટો રજુ કરવામાં આવ્યા છે.જેમાં બ્રિજ ભૂષણ સિંહને ખેલાડીઓ તરફ આગળ વધતા જોઈ શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે ,આ ફોટો ડબ્લ્યુએફઆઇ અધિકારીઓએ જ પોલીસને સોંપ્યા હતા. આ ફોટો પણ બ્રિજભૂષણ સિંહની હાજરીની પુષ્ટિ કરે છે.

રાઉજ એવન્યુ કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં દિલ્હી પોલીસ દ્વારા કથિત રીતે ૨ ફોટો રજુ કર્યા છે. જે એ સબુત આપે છે કે, જે ઘટના બની તે સમયે બ્રિજ ભુષણ તે જગ્યા પર હતા. આ ફોટોમાં બ્રિજભૂષણ સિંહ ખેલાડીઓ તરફ આગળ વધતો જોઈ શકાય છે. જ્યાં યૌન ઉત્પીડનની ઘટના બની હતી. સાથે તેના ફોનના લોકેશન પણ મેચ થાય છે. આ ફોટો તેની ઉપસ્થિતિની પુષ્ટિ કરે છે જ્યાં રેસલર હાજર હતા. દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલા આરોપ પત્રમાં આ ફોટો સાક્ષી તરીકે રજુ કર્યો છે. પરંતુ બ્રિજ ભૂષણ શરણ સિંહે તેમના પર લાગેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે. અહેવાલ મુજબ, આ આખો મામલો છ ટોચના કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી જાતીય સતામણીની ફરિયાદ બાદ રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ પર આધારિત છે. ચાર્જશીટમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી અને સજાની વાત કરવામાં આવી છે. તેમની સામે યૌન ઉત્પીડનના મામલામાં આઇપીસીની કલમ ૩૫૪ અને કલમ ૫૦૬ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આરોપ પત્ર અનુસાર પોલીસ દ્વારા મોકેલી નોટીસનો જવાબ આપત ડબલ્યુ એફઆઈએ ૪ ફોટો સોંપ્યા હતા.જેમાં બ્રિજભૂષણ સિંહ અને ફરિયાદી બંને વિદેશ (કઝાકિસ્તાન) દેખાતા હતા. ડબલ્યુએફઆઈના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આ ફોટોમાં બ્રિજ ભૂષણ સિંહ ફરિયાદી તરફ જતો જોવા મળે છે.પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સિંહ દુર્વ્યવહારના સ્થળો પર હાજર હતા. ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે બ્રિજભૂષણ સિંહને શુક્રવારે જ સમન્સ જાહેર કર્યા હતા.