આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો

દાહોદ અનાજમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ પંડ્યા હાઇસ્કુલ અને એસ.એમ કુંડાવાલા હાયર સેક્ધડરી સ્કુલ દાહોદ નો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ મુખ્ય મહેમાન ડો રાજ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર નવજીવન વિદ્યા સંકુલ તેમજ અતિથિ વિશેષ પારસ જૈન, એસ.ડી.બામણ અને મંજુલાબેન ડામોરની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો શાળાના ઇન્ચાર્જ આચાર્ય આર.એસ.પટેલ અન્ય મહેમાન તેમજ વાલી મિત્રો હાજર રહ્યા હતા. શૈક્ષણિક વર્ષ 2022- 23 દરમિયાન શાળાની અભ્યાસ ઉપરાંત સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળકો દ્વારા મેળવેલી સિદ્ધિઓને શિલ્ડ, ટ્રોફી કવર અને સર્ટિફિકેટ દ્વારા બિરદાવામાં અને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમજ સર્વતોમુખી પ્રતિભા એવોર્ડ આપવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન પ્રવૃત્તિનો અહેવાલ વાંચન ગાયત્રીબેન સુથાર તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલ પ્રિયદર્શી અને કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ એસ .આર.ગામીત દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર સ્ટાફ મિત્રોની મદદથી સફળતાપૂર્વક કાર્યક્રમ કરવામાં આવ્યો.