સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યને તેમની પુત્રી સાથે સંબંધિત વૈવાહિક વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે અને સુપ્રીમ કોર્ટે ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેંચે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલ પર નોટિસ પણ જારી કરી છે. મૌર્યએ સુપ્રીમ કોર્ટમાં તેમની સામે નોંધાયેલ કેસ રદ કરવાની માંગ કરી હતી. સ્વામી પ્રસાદ મૌર્ય પર કથિત રીતે તેમની પુત્રી સંઘમિત્રાને છૂટાછેડા લેવા અને તેમના વિના ફરીથી લગ્ન કરવા, હુમલો અને દુર્વ્યવહાર તેમજ જીવને ધમકી આપવા અને કાવતરું ઘડવાના આરોપો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે સ્વામી પ્રસાદ મૌર્યને રાહત આપવાનો ઈક્ધાર કરી દીધો હતો.
આરોપ છે કે ફરિયાદી દીપક કુમાર અને સંઘમિત્રા ૨૦૧૬થી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. સંઘમિત્રા અને તેના પિતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરિયાદીને જણાવ્યું હતું કે સંઘમિત્રાએ તેના અગાઉના લગ્નથી છૂટાછેડા લીધા હતા. તેથી, ફરિયાદીએ ૩ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ સંઘમિત્રા સાથે લગ્ન કર્યા. સંઘમિત્રાએ ૨૦૧૯ની ચૂંટણીની એફિડેવિટમાં પોતાને અપરિણીત જાહેર કર્યા હતા, જ્યારે વાદીને પાછળથી ખબર પડી કે સંઘમિત્રાના મે ૨૦૨૧માં છૂટાછેડા થઈ ગયા હતા.
દીપક કુમારે આરોપ લગાવ્યો છે કે ૨૦૧૯ની સંસદીય ચૂંટણી પહેલા સંઘમિત્રાએ તેમની સાથે બૌદ્ધ ધામક વિધિઓ અનુસાર બીજા લગ્ન કર્યા હતા અને તેમને ચૂંટણી પછી આ વિશે લોકોને જણાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. દીપકે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, પરંતુ ચૂંટણી બાદ તે સાંસદ બની ગઈ અને ત્યારથી તેણે અને તેના પિતાએ પોલીસ અને ગુંડાઓની મદદથી તેને હેરાન કરવાનું શરૂ કર્યું.