મુંબઇ, અભિનેતા શેખર સુમન લાંબા સમય બાદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’હીરામંડી’માં અભિનય કરતો જોવા મળ્યો છે. દર્શકો શેખરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં, અભિનેતાએ તેના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે વાત કરી. અભિનેતાએ શેર કર્યું કે કેવી રીતે તે તેના ૧૧ વર્ષના પુત્ર આયુષને ગુમાવ્યા પછી સંપૂર્ણપણે દિલગીર હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે બીમાર હતો ત્યારે ભારે વરસાદ દરમિયાન એક નિર્દેશકે તેને ફોન કર્યો અને શૂટિંગ માટે બોલાવ્યો. અભિનેતાએ વધુમાં કહ્યું કે તેના પુત્રના મૃત્યુ પછી તેણે ઘરનું મંદિર બંધ કરી દીધું અને તમામ ધાર્મિક મૂતિઓને ઘરની બહાર ફેંકી દીધી.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા શેખર સુમને જણાવ્યું હતું કે તે આયુષ માટે સતત પ્રાર્થના કરી રહ્યો હતો કે કોઈ ચમત્કાર થાય. તેણે કહ્યું, ’પણ ચમત્કારો થતા નથી’. તે દિવસોને યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે એક દિગ્દર્શકે તેને એવા સમયે શૂટિંગ કરવાનું કહ્યું જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે બીમાર હતો. તેણે કહ્યું, ’એક દિવસ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો. આયુષ ખૂબ જ બીમાર હતો. એક દિગ્દર્શકે મને ફોન કરીને માત્ર બે-ત્રણ કલાક માટે શૂટિંગ માટે આવવા કહ્યું, તેમ છતાં તેઓ મારા પુત્રની ગંભીર હાલત વિશે જાણતા હતા. મારા ના પાડવા છતાં, તેણે કહ્યું કે કૃપા કરીને આવો, નહીં તો મને ઘણું સહન કરવું પડશે અને હું સંમત થયો. અભિનેતા આગળ કહે છે કે જ્યારે તે શૂટિંગ માટે જવા લાગ્યો ત્યારે તેના પુત્ર આયુષે તેનો હાથ પકડીને કહ્યું, ’પાપા, આજે ન જાવ’ અભિનેતાએ કહ્યું, ’મેં તેનો હાથ પકડીને કહ્યું, હું પાછો આવીશ થોડી વારમાં. એ ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકું.