પુત્રના લગ્ન પહેલા નીતા અંબાણી શિરડી ’સાંઈ દરબાર’ પહોંચ્યા

મુંબઇ, દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી શિરડી સાંઈના દરબારમાં પહોંચ્યા હતા. નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા સાંઈ દરબારમાં પૂજા અર્ચના કરી હતી. જ્યારે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી.

નીતા અંબાણીએ શિરડી સાંઈની મુલાકાત લીધી તેના થોડાં દિવસો પહેલા અનંત અંબાણીએ મયપ્રદેશના દતિયા સ્થિત પિતાંબરા મા પીઠની પણ મુલાકાત લીધી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષે જુલાઈમાં થવાના છે.

નીતા અંબાણીએ શિરડી સાંઈ મંદિરમાં ૨૧ દીવા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. રાત્રે દર્શન કર્યા બાદ તે આવતીકાલે સવારે ફરી મંદિરે જશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતા અંબાણીએ પોતાની આઇપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે મંદિરમાં પ્રાર્થના પણ કરી છે.

વર્તમાન આઇપીએલ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન જરા પણ સારું રહ્યું નથી. તે ટીમ ટેલીમાં ૮મા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સને હાલમાં ૮માંથી ૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.