- મૃત દિકરો અંતિમ સંસ્કાર બાદ જીવતો મળી આવ્યો
- વડોદરાની છાણી પોલીસ થઇ દોડતી
કોરોનાકાળ દરમિયાન મૃતદેહ કોઇને જોવા દેવામાં આવતો નહી પરિણામે મૃતદેહની અદલાબદલી થઇ જતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી હતી.
ત્યારે વડોદરાના વાઘોડિયામાં એવી અજીબોગરીબ ઘટના બની કે પોલીસ દોડતી થઇ ગઇ. જી, હા એક પિતાએ પુત્રના અંતિમસંસ્કાર કરી દીધા અને જ્યારે તેઓ ઘરે આવ્યા તો પુત્ર તો ઘરમાં જ બેઠો હતો. જાણીને નવાઇ લાગીને, પરંતુ આ સાચી વાત છે. આવો જાણીએ કેવી રીતે બની આ ઘટના
અંતિમ સંસ્કાર બાદ પુત્ર જીવતો મળી આવ્યો !
વાત જાણે એમ છે કે, 16મીએ દુમાડના જૂના ખેતરમાં કાંસ પાસે અજાણ્યા પુરુષનો 24 કલાક જૂનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનુ પોસ્ટમોર્ટમ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન પાસે રહેતા સંજયનો મૃતદેહ હોવાનુ પિતાએ જણાવ્યુ હતું જેથી તે મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવ્યો. પરંતુ જેને સંજય સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે સંજય જ્યારે જીવતો મળી આવ્યો ત્યારે પોલીસ દોડતી થઇ હતી.
પિતાએ સંજય હોવાની કરી હતી ઓળખ
મળતી માહિતી મુજબ, ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા પુત્ર સંજયનો ફોન 1 મહિનાથી બંધ આવતો હતો. અને પોલીસને 16 તારીખે દુમાડના ખેતરમાંથી એક મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહના કપડા અને ચાવીઓનું ઝુમખુ સંજય જેવું હતું. જેથી પરિવારે મૃતદેહ ઓળખવામાં ભૂલ કરીને અગ્નિસંસ્કાર કર્યા હતા.
છાણી પોલીસે મૃતદેહની ઓળખ માટે શરૂ કરી તપાસ
સમગ્ર મામલે હાલમાં પોલીસે જેમને મૃતદેહ સોંપ્યો હતો તેઆ પાસે ઓળખવામાં ભૂલ થઇ હોવાનું સોગંધનામુ કરાવી લીધું. તેમજ મૃતદેહની ઓળખ માટે DNAને વિશેરા તપાસ માટે મોકલ્યા છે. મહત્વનું છે કે છાણી પોલીસે પ્રાથમિક તબક્કે કુદરતી મોત થવાનું જણાયું હતું અને સાચું કારણ જાણવા માટે વિશેરા લઇ લેબમાં મોકલ્યા છે.