- મેં કહ્યું- ઉતાવળમાં નિર્ણય ન લો, પછી સમજૂતી થઈ; વેગનર ચીફ બેલારુસ પહોંચ્યા.
મોસ્કો, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેક્ધોએ બુધવારે મોડી સાંજે રશિયાની ખાનગી સેના વેગનરના વિદ્રોહ અને સમાધાન બાદ પત્રકાર પરિષદ યોજી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તેમણે કહ્યું હતું કે જ્યારે વેગનરનો વિદ્રોહ ચરમસીમા પર હતો ત્યારે પુતિને તેમને પ્રિગોઝિનની હત્યા કરવાનું પણ કહ્યું હતું. જોકે લુકાશેક્ધોએ પુતિનને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવાનું કહ્યું, પછી સમજૂતી થઈ હતી. ફોન કોલ દરમિયાન લુકાશેક્ધોએ સંઘર્ષને બદલે શાંતિ માટે પ્રયાસ કરવાની અપીલ કરી. આ તરફ વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિન ૨૭ જૂને બેલારુસ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ લુકાશેક્ધોએ તેની પુષ્ટિ કરી છે. રશિયાએ પણ પ્રિગોઝિન સામેના તમામ કેસ સમાપ્ત કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે આ ડીલ હેઠળ વેગનર ગ્રુપનાં મોટાં હથિયારો અને હાર્ડવેરને પરત ખેંચવાની તૈયારી ચાલી રહી છે. એ જ સમયે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ પ્રિગોઝિનને માફી માગવાનું વચન આપ્યું હોવા છતાં એ માનવું મુશ્કેલ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેને આ રીતે છોડી દેશે. પુતિન તેમની ટીકા કરનારા અથવા રશિયા સામે બળવો કરનારાઓને સહન કરતા નથી.
પુતિને વર્ષોથી તેમના ઘણા વિરોધીઓને જેલમાં ધકેલી દીધા છે. સરકાર સામે બળવો કરવા બદલ જાસૂસોની પણ હત્યા કરવામાં આવી છે. પ્રિગોઝિન જાણે છે કે લુકાશેક્ધો પર પુતિનનો ઘણો ઉપકાર છે, તેથી બેલારુસ તેના માટે વધુ સુરક્ષિત રહેશે નહીં.૨૦૦૩માં પુતિને રશિયાની સૌથી ધનિક વ્યક્તિ મિખાઇલ ખોદોર્કોવ્સ્કીને સરકારી ભ્રષ્ટાચારની ટીકા કરવા બદલ જેલમાં ધકેલી દીધા. તેમને એક દાયકાથી વધુ સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું.૨૦૦૬માં ભૂતપૂર્વ કેજીબી જાસૂસ એલેક્ઝાન્ડર લિટવિનેક્ધો લંડનની એક હોટલમાં મૃત હાલતમાં મળ્યા હતો. એલેક્ઝાન્ડરે ઘણી વખત ખુલ્લેઆમ રશિયન ફેડરલ સિક્યોરિટી સવસની ટીકા કરી છે.
૨૦૧૫માં વિપક્ષી નેતા બોરિસ નેમત્સોવની ક્રેમલિનની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના મૃત્યુના થોડા સમય પહેલાં તેમણે લોકોને યુક્રેનમાં થયેલા હુમલા વિરુદ્ધ રસ્તા પર ઊતરવાની અપીલ કરી હતી.૨૦૧૬માં ડેનિસ વોરોનેક્ધોવ, ભૂતપૂર્વ સામ્યવાદી પક્ષના નેતા અને પુતિનના ટીકાકારની કિવમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાના ડરથી તેઓ યુક્રેન ભાગી ગયા હતા, પરંતુ ત્યાં તેમની હત્યા કરવામાં આવી હતી.૨૦૨૧માં પુતિનના આદેશ પર રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નેવલનીની ધરપકડ કરવામાં આવી હતી. રશિયન સરકારે ઘણા પત્રકારોને વિદેશી જાસૂસ ગણાવીને તેમની સામે કાર્યવાહી કરી છે.
રશિયામાં કુખ્યાત લશ્કરના વડાના વિદ્રોહની ઘટના અને ત્યાર બાદ પુતિને લોહીનું એક ટીપું પણ વહાવ્યા વિના એને રોકી દીધો, એ ઘટનાનો કોઈ સ્વીકાર કરી શક્તા નથી, તેથી પ્રિગોઝિન કેસમાં ઊભરી આવતી એક થિયરી એ છે કે આ સમગ્ર બળવો શરૂઆતથી જ પુતિન દ્વારા એક ધૂર્ત અને કાવતરું હતું. કદાચ પુતિને તેમના કેટલાક જટિલ ઉદ્દેશોને પૂરા કરવા માટે આ નાટક રચ્યું છે.
રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે ઘટસ્ફોટ કર્યો હતો કે રશિયન સરકારે યુક્રેન યુદ્ધમાં તેની સંડોવણી પછી વેગનર જૂથના તમામ ખર્ચને આવરી લીધા છે. ગયા વર્ષે રશિયાએ વેગનર ગ્રુપને લગભગ ૮,૨૦૦ કરોડ રૂપિયા (૧ અબજ ડોલર) આપ્યા છે. પુતિને કહ્યું હતું કે મે ૨૦૨૨થી મે ૨૦૨૩ સુધી પ્રિગોઝિનની આગેવાની હેઠળના વેગનર જૂથના પગારથી લઈને બોનસ સુધીનું ભંડોળ રશિયન સરકારના બજેટમાંથી કરવામાં આવ્યું છે.